સીગદાણામાં ઓછા વેપારો ને કારણે મગફળીમાં એકધારા ઘટતા ભાવ

Peanut market prices fall sharply Agriculture in Gujarat due to groundnuts market trade lower

સીંગદાણાની બજારમાં પાંખા વેપાર વચ્ચે મગફળીનાં ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યાં છે. ગોંડલમાં આજે બજાર સ્થિર હતા, પંરતુ રાજકોટ અને જામનગર જેવા સેન્ટરમાં પસંદગીની જાતમાં રૂ.પ થી ૧૦નો ઘટાડો જોવા મળ્યો હતો. 

રાજકોટ-જામનગર સહિતનાં સેન્ટરમાં મણે રૂ.૫ થી ૧૦નો ઘટાડો જોવાયો

આગામી દિવસોમાં સીંગદાણાની બજારમાં જો ભાવ લોકલ ઘટશે તો મગફળી પણ નીચી આવી શકે છે. સીંગતેલમાં પણ તેજી અટકીને ભાવ ઘટી રહ્યાં હોવાથી પિલાણ ક્વોલિટીની મગફળી પણ નરમ હતી.

ગોંડલમાં ૨૧ હજાર ગુણીનાં વેપાર થયા હતા. ભાવ જી-૨૦માં રૂ.૬૦૦થી ૧૧૧૧, રોહીણીમાં રૂ.૮૫૦થી ૧૦૩૬, ૬૬ નંબરમાં રૂ.૮૦૦થી ૧૦૯૬નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૮૫૦થી ૯૫૦ સુધીનાં ભાવ હતાં.

રાજકોટમાં ૯ હજાર ગુણીનાં વેપાર હતા અને હજી ૨૮થી ૩૦ હજાર ગુણી પેન્ડિંગ પડી છે. ભાવ ટીજે ૩૭માં રૂ.૮૮૦થી ૯૬૦, ર૪ નંબર રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૦૦૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૭૦, જી-ર૦માં રૂ.૯૭૦થી ૧૦૭૦, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૦૦ અને ૯૯ નં.માં રૂ.૯૪૦થી ૯૭૦નાં ભાવ હતાં.

જામનગરમાં ૭થી ૮ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ જી-૨૦માં રૂ.૬૦૦ થી ૧૦૩૫,૬૬ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૧૦૦ અને ૯ નંબરમાં નબળા માલનાં રૂ.૬૦૦થી ૧૦૦૦ અને સારાનાં રૂ.૧૦૦૦થી ૧૩૭૫નાં ભાવ હતા, રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૧૦૦ની વચ્ચેનાં ભાવ હતાં.

મહુવામાં ૭૪૦૦ ગુણીની આવક હતી અને ભાવ મગડીમાં રૂ.૬૦૦ થી ૧૧૭૫, જુ-પમાં રૂ.૮૯૧ થી ૧૦૮૬ અને જી-૨ર૦માં રૂ.9૮૦ થી ૧૦૭૬નાં ભાવ હતાં.

હળવદમાં ૧૫૦૦ ગુણીની આવક હતી અને નબળા માલમાં રૂ.૮૫૦થી ૯૦૦ અને સારા માલમાં રૂ.૯રપથી ૯૫૦નાં ભાવ હતાં.

હિંમતનગર યાર્ડમાં એક કર્મચારીનું કોરોનાથી નિધન થત્તા યાર્ડ બંધ છે, હવે સીધું સોમવારે જ શરૂ થશે. ડીસામાં ૧રથી ૧૩ હજાર ગુણીની આવક હતી અને ભાવ નીચામાં રૂ.૬૯૫૦ અને ઉપરમાં રૂ.૧૨૧૧નાં ભાવ જોવા મળ્યાં હતાં. 

પાલનપુરમાં ૯ હજાર ગુણી, પાથાવાડામાં ૬ હજાર ગુણી અને ધાનેરામાં રથી૩ હજાર ગુણીની આવક થઈ હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું