
ઘઉ બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર મહિનો આવી ગયો હોવા છત્તા મફત અનાજ વિશે હજી કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી.
બીજી તરફ ઘઉંમાં બાંગ્લાદેશ સાથે બે લાખ ટનનાં નિકાસ વેપારો પણ નવા થયા છે. આવી સ્થિતિમાં ઘઉંની બજારમાં સરેરાશ ભાવ બે તરફી વધઘટે અથડાય કરે તેવી ધારણાં છે.
ઘઉંનાં વેપારીઓ કહે છે કે ગુજરાતમાં ઘઉનાં ૬૦થી ૭૦ ટકા વાવેતર પૂર્ણ થઈ ગયા છે અને સરરેરાશ ગત વર્ષની તુલનાએ વાવેતર વિસ્તાર ઘટી શકે છે. કેટલાક ખેડૂતોએ માત્ર ખાવા પૂરતા જ ઘઉંનું વાવેતર કર્યું અને ઘઉનાં બદલે બીજા પાકો તરફ વળ્યાં હોવાથી પણ હવે બિયારણની માંગ પૂરી થઈ ગઈ છે.
ઘઉંમાં સાઉથની લેવાલી ઓછી રહેતા બજારમાં નરમાઈની સંભાવનાં
રાજકોટમાં ઘઉની ૧૭૦૦ ગુણીની આવક હતી અને ભાવ બે નંબર ક્વોલિટીમાં રૂ.૩૧૬ થી ૩૨૦ અને એક નંબરમાં રૂ.૩૨૮થી ૩૩રનાં ભાવ હતાં. જ્યારે એવરેજમાં રૂ.૩૩૫થી ૩૪૫ અને બેસ્ટમાં રૂ.૩૫૦થી ૩૮૩નાં ભાવ હતાં.
ગોંડલમાં ૨૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ લોકવનમાં રૂ.૩૦૬ થી ૪૦૬ અને ટુકડામાં રૂ.૩૦૬થી ૪૩૪ના ભાવ હતા.
હિંમતનગર યાર્ડમાં એક કર્મચારીનું કોરોનાથી મૃત્યુથત્તા યાર્ડ રવિવાર સુધી બંધ રહેવાનું છે. સોમવારથી યાર્ડ રેગ્યુલર કામકાજ શરૂ થશે. અમદાવાદની મિલોનાં ભાવ રૂ.૧૭૧૦થી ૧૭૧૫નાં હતાં. સુરતનો ભાવ રૂ.૧૭૪૭૫થી ૧૮૦૦નો હતો.
દેશાવરનાં ઘઉનાં ભાવ ટકેલા રહ્યાં હતાં. સાઉથમાં બેંગ્લોર માટે રૂ.૨૦૦૦થી ૨૦૨૦, હૈદ્રાબાદ માટે રૂ.૧૮૫૦થી ૧૯૮૦, ગોવાનાં ભાવ રૂ.૧૯૫૦નાં હતાં. પૂનામાં રૂ.૧૮૫૦નાં ભાવ હતાં.