દેશમાં કપાસની આવક ઘટતાં ભાવ ઘટતાં અટક્યા, મહારાષ્ટ્રની આવક ઘટી

Cotton market prices Agriculture in India country stopped falling Maharashtra Cotton market income fell

દેશમાં રૂની આવક બુધવારે વધીને ૨.૪૯ થી ર.૫૩ લાખ ગાંસડીની રહી હતી. નોર્થના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં હવે આવક ૩૦ થી ૩૫ હજાર ગાંસડીનીથી વધુ તેવી કોઇ શક્યતા દેખાતી નથી કારણ કે જરૂરતવાળા ખેડૂતોનો કપાસ માર્કેટમાં આવી ચૂક્યો છે. 

ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાનામાંથી જ હાલ કપાસની મોટી આવક થઇ રહી છે અને આ ત્રણેય રાજ્યોના કપાસમાં કવોલીટી અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે જેને કારણે કપાસના ભાવ વધ્યા મથાળેથી મણે રૂ।.૩૦ થી ૩૫ ઘટી ગયા હતા પણ હવે વધુ ઘટાડાની શક્યતા નથી કારણ કે દેશની રૂની આવક સવા બે થી અઢી લાખ ગાંસડી જળવાયેલી છે.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં નવા કપાસની આવક ૧.૬૦ લાખ મણની હતી અને ભાવ નીચામાંરૂ.૧૦૩૦ થી ૧૦૫૦ અને ઊંચામાં રૂ.૧૧૩૦ થી ૧૧૫૦ હતો જ્યારે જૂના કપાસની આવક ૫૫૦૦ મણની હતી અને તેના ભાવ નીચામાં રૂ।.૮૫૦ થી ૯૦૦ અને ઊંચામાં રૂ.૧૦૫૦ થી ૧૦૭૦ હતા. 

સૌરાષ્ટ્રના યાર્ડોમાં નવા કપાસ ભાવમાં મણે રૂ।.૫ અને જૂના કપાસમાં મણે રૂ।.૧૦ ઘટયા હતા. સૌરાષ્ટ્રમાં જીનપહોંચ કપાસના ભાવ બુધવારે ટકેલા હતા કારણ કે કપાસની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો તેમજ કપાસિયાના ભાવ પ્રમાણમાં ટકી રહેતાં કપાસના ભાવ વધુ ઘટયા નહોતા. 

બુધવારે જીનપહોંચ બેસ્ટ કપાસના રૂ.૧૧૪૫ થી ૧૧૫૦, મિડિયમ કપાસના રૂ.૧૧૧૫ થી ૧૧૨૦ અને એવરેજ કપાસના રૂ।.૧૦૯૦ થી ૧૧૦૦ બોલાતા હતા. 

જૂના કપાસના ભાવ રૂ।.૧૦ ઘટીને રૂ.૧૦૫ થી ૧૦૫૦ બોલાતા હતા જ્યારે મહારાષ્ટ્રના કપાસના રૂ।.૧૦૮૦ થી ૧૧૦૦ અને મેઈન લાઇનના કપાસના રૂ।.૧૦૩૫ થી ૧૦૭૦ સુધી ભાવ બોલાતા હતા. 

કડીમાં આજે મહારાષ્ટ્રના કપાસની આવક ઘટીને ૩૦૦ થી ૩૨રપ ગાડી રહી હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસના રૂ.૧૦૫૦-૧૧૦૦, મેઇન લાઈનના કપાસના રૂ.૧૦૮૦-૧૧૧૦, કાઠિયાવાડના કપાસના રૂ.૧૦૬૦-૧૦૭૫, આંધ્રના કપાસના રૂ.૧૦૮૦-૧૧૦૦ અને કર્ણાટકના કપાસના રૂ.૧૦૯૦ થી ૧૧૧૦ના ભાવ હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું