
લસણ બજારમાં નીચા ભાવથી લેવાલી થોડી આવી હોવાથી અને નવો પાક પણ બહુ ન હોવાથી ધારણાએ બજારમાં સુધારો થયો હતો. ગુજરાતમાં વાવેતર સારા થયા છે, પરંતુ દેશાવરમાં વાવેતર ધારણાં કરતાં ઓછા થયા હોવાની વાત આવી રહી છે.
લસણનાં ભાવમાં મણે રૂ.૫૦થી ૭૫નો સુધારો જોવા મળ્યો
ગોંડલમાં ૧૬૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૭૫૦થી ૧ર૮૧નાં ભાવ હતાં. રાજકોટમાં ૩૦૦ ગુણીની આવક હતીઅને ભાવ મુંડામાં રૂ.૭૫૦થી ૧૦૦૦, રાશબંધમાં રૂ.૧૦૦૦થી ૧૨૦૦ અને સુપરમાં રૂ.૧૪૫૦ સુધીનાં ભાવ હતાં.
ઈન્દોરમાં ૯૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિડીયમ ક્વોલિટીમાં રૂ.૩પથી ૪૫, લાડુમાં રૂ.૫૦થી ૫૮, ફુલોગલામાં રૂ.૫૫થી ૬૫ અને સુપરમાં રૂ.૭૦થી ૮પનાં ભાવ હતા.
છીપાબરોડમાં ૭ હજાર ગુણીની આવક હતી.કોટામાં દથી ૬.૫ હજાર ગુણીની આવક હતી. પીપલીયામાં ૬ હજાર મંડી, બારનમાં ૭ હજાર ગુણી મંદરમાં ૭થી ૮ હજાર ગુણીની આવક થઈ હતી.
મધ્યપ્રદેશમાં ઊંટી ક્વોલિટીના લસણની આવકો થઈ રહીછે, પરંતુ સરેરાશ તેની આવકો હાલ ઓછી છે. સરેરાશ બેથી ચાર કટ્ટાની આવક થાય છે. આગામી દિવસોમાં લસણની બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે.