મગફળીમાં ઓછા વેચાણને કારણે સતત બીજા દિવસે ભાવમાં સુધારો

groundnut market prices improve for the second day Agriculture in Gujarat a row due to lower sales in peanuts market

મગફળીની બજારમાં સતત બીજા દિવસે બજારમાં સુધારાની ચાલ જોવા મળી હતી. ખેડૂતોની યાર્ડોમાં અને ગામડે બેઠા વેચવાલીનો અભાવ અને સીંગતેલની બજારો સારી હોવાથી સરેરાશ રૂ.૧૦થી ૧૫નો આજે સુધારો જોવા મળ્યો હતો. 

મોટા ભાગનાં યાર્ડમાં આવકો હજી વધી નથી. શનિવારે પણ આવી જ સ્થિતિ રહેશે. સોમવારથી વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો છે. સમગ્ર ગુજરાતમાં દોઢેક લાખ ગુણીની જ આવક થઈ હોવાનો અંદાજ છે.

હળવદમાં ૧૫૦૦થી ૨૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ નબળા માલમાં રૂ.૯૦૦થી ૯રપ અને સારામાં રૂ.૬૫૦થી ૯૭૦નાં ભાવ હતાં.

ખેડૂતોની ગામડે બેઠા પણ નીચા ભાવથી વેચવાલીનો અભાવ

ગોંડલમાં ૨પ હજાર ગુણીનાં વેપાર થયા હતા. ભાવ જી-૨૦માં રૂ.૬૦૦ થી ૧૦૭૦, ર૪ નંબરમાં રૂ.૯૦૦ થી રૂ.૧૦૨૧, રોહીણીમાં રૂ.૮૫૦ થી ૯૫૦, ૩૭ નંબરમાં રૂ.૯૦૦ થી ૯૫૦ અને ૬૬ નંબરમાં રૂ.૮૦૦ થી ૧૧૦૦નાં ભાવ હતાં. સારો માલ બહુ ઓછો આવ્યો હતો, પરંતુ મિડીયમમાં પણ રૂ.૧૦ની તેજી હતી.

રાજકોટમાં ૧૭ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ ટીજે-૩૭માં રૂ.૮૨૦ થી ૯૪૦, ર૪ નં.રોહીણીમાં રૂ.૮૫૦ થી ૯૮૦, ૩૯ નંબરમાં રૂ.૮૫૦ થી ૯૫૦, જી-ર૦માં રૂ.૬૫૦ થી ૧૧૦૦, ૬૬ નંબરમાં રૂ.૮૫૦ થી ૯૮૦ અને ૯૯ નંબરમાં રૂ.૬૩૦ થી ૯૫૦નાં હતાં. 

મહુવામાં ૫૪૦૦ ગુણીની આવક હતી અને ભાવ મગડીમાં રૂ.૧૦૩૮થી ૧૨૩૭, જી-પમાં રૂ.૧૦૯૮થી ૧૨૧૫ અને જી-૨૦માં રૂ.૬૫૮થી ૧૦૯ર૨રનાં ભાવ હતાં. 

હિંમતનગરમાં માત્રએક હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૦૦થી ૧૩૫૭નાં હતાં. ડીસામાં ૧૬ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૨૦થી ૧૧૭૧નાં ભાવ હતાં. પાથાવાડામાં ૧૫ હજાર ગુણીની આવકહતી. ઈડરમાં ર હજાર ગુણી હતી. પાલનપુર આજે બંધ હતું.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું