સીસીઆઇ (CCI) ની ખરીદોના ટેકે કપાસમાં મણે રૂ.30 થી 35 વધ્યા

cotton Support for CCI cotton corporation of India purchases Agriculture in India cotton market price increased by Rs30 to Rs35 per 20kg Agriculture in Gujarat cotton market

દિવાળીના તહેવારો બાદ દેશના દરેક રાજ્યમાં સીસીઆઇની કપાસ ખરીદી ચાલુ થઇ હોઇ ખુલતામાં જ પંજાબ-હરિયાણામાં કપાસના ભાવ મણે રૂ।.૧૦ થી ૧૫ સુધર્યા હતા. 

દેશમાં આજે કપાસની આવક ૧.૮૦ થી ૧.૯૭ લાખ ગાંસડી સુધી બતાવાઈ હતી. દેશમાં સૌથી વધુ કપાસની આવક મહારાષ્ટ્રમાં ૫૦ હજાર ગાંસડીની હતી જ્યારે ગુજરાતમાં ૩૫ થી ૩૮ હજાર ગાંસડી સુધી કપાસની આવક બતાવાઇ હતી. 

નોર્થમાં આજે આવક ઘટીને ૩૪ થી ૩૫ હજાર ગાંસડી જ હતી જ્યારે સાઉથમાં હજુ કપાસની આવક જોઈએ તેટલી વધી નથી.

ગુજરાતમાં કપાસની આવક આજે માર્કેટયાર્ડામાં ઓછી હતી કારણ કે સીસીઆઈ દ્વારા અનેક સેન્ટરમાં કપાસની ખરીદી ચાલુ થઇ હતી. સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં નવા કપાસની આવક એક લાખ મણની આસપાસ હતી જ્યારે જુના કપાસની આવક ૫૦૦૦ મણની હતી. 

નવા કપાસના ભાવ માર્કેટયાર્ડોમાં મણે રૂ.૩૦ થી ૩૫ વધીને ઊંચામાં રૂ।.૧૧૩૦ થી ૧૧૫૦ અને નીચામાં રૂ।.૧૦૫૦ થી ૧૧૦૦ હતા જ્યારે જુના કપાસના ભાવ પણ મણે રૂ.૫ થી ૧૦ સુધર્યા હતા. જુના કપાસના ઊંચામાં રૂ.૧૦૬૦ થી ૧૧૦૦ અને નીચામાં રૂ।.૮૫૦ થી ૯૦૦ હતા.

જીનપહોંચ નવા કપાસમાં ભાવ આજે સૌરાષ્ટ્રમાં આજે મણે રૂ।.૨૫ થી ૩૦ સુધર્યા હતા. નવા કપાસ ૧૩થી ૧૫ ટકા હવાવાળા કપાસના જીનપહોંચ રૂ.૧૧૪૫-૧૧૫૦ થયા હતા અને મિડિયમ કપાસના ભાવ આજે રૂ।.૧૧૨૦ થી ૧૧૨૫ સુધી બોલાતા હતા અને ૨૦ થી ૨પ ટકા હવાવાળા પણ ઉતારા ૩૧ થી ૩રના હોઇ તો તે કપાસના રૂ.૧૧૦૦ થી ૧૧૦૫ ભાવ થયા હતા. 

જુના સુપર કપાસના જીનપહોંચ રૂ.૧૦૦૦-૦૧૨૫ ભાવ હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના નવા કપાસના ઊંચામાં રૂ।.૧૧૨૫-૧૧૩૦ હતા તેમજ મેઇન લાઇનના કપાસના ૧૫ ટકા હવા અને ૩૫ના ઉતારાના રૂ.૧૧૫૦ ના ભાવ હતા. 

કડીમાં આજે બધુ મળીને ૭૦૦ થી ૭૫૦ ગાડીની આવક હતી જેમાં મહારાષ્ટ્રની ૩૦૦ ગાડી અને ભાવ રૂ।.૧૦૪૦ થી ૧૧૦૦, મેઇન લાઈનના ૩૦-૩૫ સાધનો અને ભાવ રૂ.૧૦૪૦ થી ૧૧૦૦ અને કાઠિયાવાડની ૧૫૦ ગાડી અને ભાવ ઊંચામાં રૂ.૧૧૨૦ થી ૧૧૨૫ બોલાયા હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું