
ડુંગળીમાં આવકો ઘટી રહી હોવાથી ભાવમાં સરેરાશ સુધારો જોવા મળ્યો હતો. ડુંગળીમાં આજે ગુજરાતમાં સરેરાશ મણે રૂ.૩૦થી પ૦નો સુધારો જોવા મળ્યો હતો.
આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં વેચવાલી ઉપર જ બજારનો આધાર રહેલો છે. નાશીકમાં હજી બજારો ખાસ ચાલુ થયા નથી અને આવકો પણ મોટી માત્રામાં આવતી નથી, જેને પગલે બજારને ટેકો મળ્યો છે.
વેપારીઓ કહેછેકે ડુંગળીમાં હાલનો સુધારો મર્યાદીત સમય માટે રહે તેવી ધારણાં છે. આગામી દિવસોમાં નવી ડુંગળીની આવકો જ્યારે શરૂ થશે ત્યારે બજારો ફરી ઘટવા લાગશે. ડુંગળીમાં હવે રૂ.૧૦૦૦થી પ્રતિ મણથી વધુ તેજી થાય તેવી ધારણાં ઓછી હોવાનું લાગી રહ્યું છે.
સૌરાષ્ટ્રમાં ફેર વાવેતર મોડા થયા હોવાથી નવી સિઝન પણ મોડી શરૂ થશે
મહુવામાં લાલ ડુંગળીની ૨૨૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૨૨૭થી ૯૦૦નાં હતાં. જ્યારે સફેદમાં રૂ.૯૪રથી ૧૧૦૦નાં ભાવ હતાં.
ગુજરાતમાં નવી ડુંગળીની આવકો આ વર્ષે એકથી બે મહિના લેઈટ થાય તેવી ધારણાં છે. જાન્યુઆરીમાં ડુંગળીની આવકો વધી જાય તેવી સંભાવનાં દેખાય રહી છે.
ચોમાસા દરમિયાન પાછોતરા વરસાદને પગલે અનેક વિસ્તારમાં બબ્બેવાર વાવણી નિષ્ફળ ગઈ હોવાથી ફેર વાવેતર મોડા થયા હતાં.