
કોટન કોપોરેશન ઓફ ઈન્ડિયાએ દેશભરમાંથી પાંચમી નવેમ્બર સુધીમાં કપાસની ટેકાનાં ભાવથી કુલ ૯.૧૦ લાખ ગાંસડીની ખરીદો કરી છે. આ ખરીદી પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને તેલંગણામાંથી કરવામાં આવી છે.
ગુજરાતમાંથી સીસીઆઈ (Cotton Corporation of India) દ્વારા બે દિવસથી કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે, પંરતુ તેનો આંકડો ખાસ નોંધનીય ન હોવાથી કેન્દ્ર સરકારે હજી સત્તાવાર ગુજરાતમાંથી ખરીદી શરૂ થઈ હોવાની જાહેરાત કરી નથી.
કેન્દ્ર સરકાર દ્વારા સરકારી એજન્સી નાફેડ દ્વારા વિવિધ રાજ્યોમાંથી મગ, અડદ, મગફળી અને સોયાબીનની પણ ખરીદી શરૂ કરવામાં આવી છે, જેનો આંકડો કુલ ૨૭૧૦૫ ટનનો થાય છે.