મગફળીમાં મણે રૂ.20 થી 25નો ઘટાડોઃ સીગદાણામાં પણ વેપારો ઘટ્યાં

Peanuts market price fall by Rs20 to Rs25 per 20kg Agriculture in Gujarat Trade in groundnuts market also declined

સીંગતેલમાં ઘટાડાને પગલે મગફળીની બજારમાં પણ નરમાઈ છે. સૌરાષ્ટ્ર-ગુજરાતનાં યાર્ડોમાં આવકો સારી થાય બાદ હવે વેપારો નીકળતા નથી, જેને પગલે બજારમાં આગળ ઉપર ભાવ હજી ઘટે તેવી સંભાવનાં દેખાય રહી છે. 

મગફળીનાં ભાવમાં શનિવારે સરેરાશ મણે રૂ.૨૦થી રપનો ઘટાડો થયો હતો. બિયારણબર અમુક જાતોનાં ભાવ પણ હવે નીચા બોલાવા લાગ્યાં છે. આગામી દિવસોમાં જો સીંગતેલની બજારો વધુ ઘટશે તો બજારો વધુ ઘટી શકે છે. 

ચાલુ સપ્તાહમાં યાર્ડો ત્રણ-ચાર દિવસ ખુલ્લા રહેશે અને ત્યાર બાદ લાભ પાંચમ સુધી બંધ રહેવાના છે. હળવદમાં ૧૦ હજાર ગુણીની આવક હતી અને ભાવ નબળા માલમાં રૂ.૮૭૫થી ૯૧૫અતને સારામાં રૂ.૯૨પથી ૯૫૦નાં ભાવ હતાં.

સીંગતેલ-દાણાની બજારમાં ઘટાડો થશે તો મગફળી વધુ ઘટી શકે

ગોંડલમાં ૨૭ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ જી-ર૦માં રૂ.૬૫૦થી ૧૦૬૦, રોહીણીમાં રૂ.૮૫૦થી ૯૨૫, ૩૯ નંબરમાં રૂ.૮૫૦થી ૧૧૦૦, ૬૬ નંબરમાં રૂ.૬૯૦૦થી ૧૧૨પનાં ભાવ હતાં. ૩૭ નંબરમાં રૂ.૮૦૦થી ૯રપનાં ભાવ હતાં.

રાજકોટમાં હજી ૬૦થી ૬૫ હજાર ગુણી પેન્ડિંગ પડી છે અને ૧૮થી ૨૦ હજાર ગુણીનાં વેપાર થયા હતા અને ભાવ ટીજે ૩૭માં રૂ.૮૬૦થી ૯૯૦, ૨૪ નંબર રોહીણીમાં રૂ.૮૮૦થી ૯૫૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૩૦, જી-ર૦માં રૂ.૯૫૦થી ૧૦૭૦ અને ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૫૦નાં હતાં. ૯૯ નૅ.માં રૂ.૯૦૦થી ૯૭પ૫નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૬૯૫૦થી ૧૧૫૦૦નાં ભાવ હતાં.

મહુવામાં આજે ૧૨૬૦૦ ગુણીનાં વેપાર હતાં. અને ભાવ મગડીમાં રૂ.૬૯૮૦થી ૧૧૦૯, જી-પમાં રૂ.૬૯૭૫થી ૧૧૫૩, જી-૨૦માં રૂ.૬૦ર૨થી ૧૦૬૮નાં ભાવ હતાં.

શનિવારે હિંમતનગર યાર્ડ બંધ હતું. ડીસામાં ૪૬ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૧૧થી ૧૨૧૭નાં હતાં. પાલનપુરમાં ૩૦ હજાર ગુણી, પાથાવાડામાં ૨૦ હજાર ગુણી અને ઈડરમાં ૧૫ હજાર ગુણીની આવક હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું