
ડુંગળીમાં મંદોનો દોર યથાવત છે. આયાતી ડુંગળી બજારમાં આવવા લાગી હોવાથી અને સરકાર દ્વારા પણ નાફેડ મારફતે વેચાણ ચાલુ હોવાથી ડુંગળીની બજારમાં મંદીનો દોર જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં આજે ડુંગળીનાં ભાવમાં રૂ.૨૫ થી ૫૦નો મણે ઘટાડો થયો હતો, જયારે નાશીકમાં ભાવ એક મહિનાનાં તળિયે પહોંચી ગયાં હતાં.
મહુવામાં લાલ ડુંગળીની ૩ હજાર થેલાની આવક હતી અને ભાવ રૂ.૨૧૦થી ૮ર૪નાં હતાં. જ્યારે સફેદમાં રૂ.૯૫૦થી ૧૫૩૪નાં ભાવ હતાં.
નાશીકમાં ડુંગળીનાં એવરેજ ભાવ ઘટીને એક મહિનાનાં તળિયે પહોંચ્યાં
નાશીકમાં લાસણગાંવ મંડીમાં ૨૭૫૦ ડક્વિન્ટલની આવક હતી અને ભાવ રૂ.૧૧૦૦થી ૩૮૧૧નાં હતાં. જ્યારે મોડલ ભાવ રૂ.૩૦૦૦ની સપાટીએ પહોંચ્યાં હતા, જે ગઈકાલની તુલનાએ રૂ.૬૫૦નો ઘટાડો બતાવે છે. આ ભાવ એક મહિનાનાં સૌથી નીચા ભાવ છે.
નાશીકમાં ઓક્ટોબર મહિનની શરૂઆતમાં ભાવ રૂ.૨૯૦૦ જેવા હતા, જે વધીને ૨રમી ઓક્ટોબરે રૂ.૬૨૦૦ની ઊંચી સપાટીએ પહોંચ્યાં હતાં.
સરકારે સ્ટોક લિમીટ લાગુ પાડતા અને આયાતી ડુંગળીનો નિર્ણય લીધો હોવાથી બજારો પંદર દિવસમાં અડધા થઈ ગયાં છે. ડુંગળીની બજારમાં ભાવ આગામી દિવસોમાં હજી થોડા નીચા આવશે, પંરતુ બહુ ઘટાડો થશે તો વેચવાલીને મોટી બ્રેક લાગી શકે તેમ છે.