મગફળીમાં નવા વર્ષનાં પ્રારંભે આવકો ઘટતા ભાવમાં રૂ.10 થી 15નો સુધારો

Peanuts market declining income at Agriculture in Gujarat the beginning of the Indian new year groundnut market price Rs10 to Rs15 increase in peanut market price

દિવાળી પછી આજથી માર્કેટ યાર્ડ ખુલતા મગફળીની આવકો ધારણાં કરતાં ઘણી ઓછી આવી છે. મગફળીનાં ભાવ તાજેતરમાં ઘટી ગયા હોવાથી અને સરકારનાં ટેકાનાં ભાવની નજીક કે તેનાંથી નીચે આવી ગયા હોવાથી ખેડૂતોએ વેચવાલી કરવાનું ટાળ્યું હતું, જેને પગલે ખાસ આવકો નહોંતી.

રાજકોટ અને ગોંડલ જેવા મોટા પીઠાઓમાં પણ નવા વર્ષનાં પ્રથમ દિવસ અનુક્રમે ૬૦ હજાર અને ૭૫ હજાર ગુણીની આવક થઈ હતી. જે બતાવે છે કે ખેડૂતો હવે ઝડપથી વેચાણ કરવાનાં મૂડમાં નથી.

એક વેપારીએ કહ્યું કે મગફળીની બજારો હવે ધીમી ગતિએ સુધરશે તો જ વેચવાલી આવી શકે છે, એસિવાય ખેડૂતો હવે ઉતાવળ કરીને વેચાણ કરવાનાં મુડમાં નથી. જે વેચવાલી મોટી પાયે આવવાની હતી.

રાજકોટમાં ૬૦ હજાર ગુણી અને ગોંડલમાં ૭૫ થી ૮૦ હજાર ગુણી મગફળી ની અવાક

એ દિવાળી પહેલા આવી ગઈ છે. ઉત્તર ગુજરાતનાં તમામ સેન્ટરમાં આવકો હવે સાવ ઘટી ગઈ છે અને બજાર નીચી જ રહેશે.

હળવદમાં આજે માત્ર બે હજાર ગુણીની આવક હતી અને ભાવ નબળામાલમાં રૂ.૯૦૦ થી ૯રપ અને સારામાં રૂ.૯૫૦ થી ૯૭૦નાં ભાવ હતાં.

ગોંડલમાં ૭પથી ૮૦ હજાર ગુણીની આવક હતી અને રપ હજાર ગુણીનાં વેપાર થયા હતા. ભાવ જી-૨૦માં રૂ.૬૦૦ થી ૧૧૦૦, ૨૪ નંબરમાં રૂ.૬૯૦૦ થી રૂ.૧૦૨૧, રોહીણીમાં રૂ.૮૫૦ થી ૯૫૦, ૩૭ નંબરમાં રૂ.૯૦૦ થી ૯૫૦ અને ૬૬ નંબરમાં રૂ.૮૦૦ થી ૧૧૦૦નાં ભાવ હતાં.

રાજકોટમાં ૬૦ હજાર ગુણીની આવક હતી અને ૧૫ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ ટીજે-૩૭માં રૂ.૮૨૦ થી ૯૪૦, ર૪ નં.રોહીણીમાં રૂ.૮૫૦ થી ૯૮૦, ૩૯ નંબરમાં રૂ.૮૫૦ થી ૯૫૦, જી-૨૦માં રૂ.૬૫૦ થી ૧૦૪૭૦, ૬૬ નંબરમાં રૂ.૮૫૦ થી ૯૯૦ અને ૯૯ નંબરમાં રૂ.૯૫૦ થી ૯૭૦નાં હતાં.

હિંમતનગરમાં માત્રએક હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૦૦ થી ૧૩૫૫નાં હતાં.

ડીસામાં ૧૪ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૦૦ થી ૧૧૭૧નાં ભાવ હતાં. પાથાવાડામાં ૧૦ હજાર ગુણીની આવકહતી. ઈડરમાં ૪ હજાર ગુણી હતી. પાલનપુર આજે બંધ હતું.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું