ગુજરાતમાં શિયાળુ પાકોનું વાવેતર ગત વર્ષની તુલનાએ 81% વધ્યું

The planting of Agriculture in Gujarat farming winter crops has increased by 81 per cent as compared to last year

ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાની સાથે જ વાવેતરનાં અહેવાલો પણ સારા આવી રહ્યાં છે. ગુજરાતનાં ખેડૂતોએ આ વર્ષે શિયાળુ પાકોનું સરેરાશ પંદર દિવસ વહેલી વાવણી કરી છે. આગામી દિવસોમાં વાવેતર હજી વેગ પકડે તેવી સંભાવનાં છે. સરકારી આંકડાઓ પ્રમાણે અત્યાર સુધીનું વાવેતર ગત વર્ષની તુલનાએ ૮૧ ટકાનો વધારો બતાવે છે.

ગુજરાત સરકારનાં કૃષિ વિભાગનાં આંકડાઓ પ્રમાણે રાજયમાં ૨૩મી નવેમ્બર સુધીમાં તમામ રવી પાકોનુ વાવેતર ૨૩મી નવેમ્બર સુધીમાં ૧૭.૨૯ લાખ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે ૯.૫૫ લાખ હેકટરમાં થયું હતું. આમ તેમાં ૮૧ ટકાનો વધારો થયો છે.

ઘઉંનાં વાવેતરમાં ૯૪ ટકાનો વધારો, જ્યારે ચણામાં ૩૪૪ ટકાનો વધારો

ગુજરાતમાં મુખ્ય રવી પાક એવા ઘઉનાં વાવેતરમાં ૯૪ ટકાનો વધારો થઈને ૩.૧૦ લાખ હેકટરમાં વાવેતર થયું છે. વેપારી અંદાજ પ્રમાણે આ વર્ષે વાવેતર વિસ્તાર ૧૦ લાખ હેકટરની ઉપર પહોંચી જાય તેવી પૂરી સંભાવનાં દેખાય રહી છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ૧૦.૪૫ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું, આ વર્ષે આ આંકડો વટી જશે તેવી સંભાવનાં છે.

ગુજરાતમાં ચણાનું વાવેતર ૩૪૭ ટકા વધીને ૩.૫૭ લાખ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે ૭૯ હજાર હેકટકરમાં થયું હતું. ચણાનાં વાવેતર આ વર્ષે વહેલા થયા છે અને ભાવ પણ સારા હોવાથી કુલ વાવેતર વિસ્તાર પણ વધીને આવે તેવી સંભાવનાં છે.

ધાણા-જીરૂનાં વાવેતરમાં પણ શરૂઆતનાં તબક્કે નોંધપાત્ર વધારો જોવાયો

ધાણા-જીરૂના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જીરૂનું વાવેતર ઘટવાની ચર્ચા છે, પરંતુ અત્યાર સુધીનાં આંકડાઓ ગત વર્ષની તુલનાએ વાવેતર વિસ્તારમાં વધારો બતાવે છે.

ગુજરાતમાં જુવાર વાવેતર, મકાઈ વાવેતર અને સુવાનાં વાવેતર વિસ્તારમાં ગત વર્ષની તુલનાએ ઘટાડો થયો છે. જ્યારે બિનપિયત ઘઉંનું વાવેતર પણ ઘટ્યું છે. આ સિવાય તમામ પાકોનાં વાવેતરમાં વધારો થયો છે.

Agriculture in gujarat rabi crops sowing area in Hector has increased by 81 per cent as compared to last year
કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું