લસણમાં બિયારણની ઘરાકી પૂરી થત્તા બજાર ભાવમાં નરમાઈ

A softening of garlic APMC market prices Agriculture in India garlic seeds supply of in completed

લસણ બજારમાં બિયારણની ઘરાકી પૂરી થત્તા લસણના ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. સારી ક્વોલિટીમાં હવે ઊંચામાં કોઈ લેવાલ ન હોવાથી બજારમાં મણે રૂ.૧૦૦ નીકળી ગયાં હતાં. 

વેપારીઓ કહે છેકે મધ્યપ્રદેશમાં નવા લસણની આવકો વધશે તો લોકલ બજાર હજી પણ દબાય તેવી પૂરી સંભાવનાં રહેલી છે. આગામી દિવસોમાં લસણ બજારમાં હોલસેલ એટલે હોટલ-રેસ્ટોરેન્ટ સેકટરની કેવી માંગ નીકળે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે.

રાજકોટમાં લસણની ૩૦૦ ક્વિન્ટલની આવક હતી અને ભાવ મુંડામાં રૂ.૭૦૦થી ૯૦૦, રાશબંધમાં રૂ.૧૦૦૦થી ૧૨૦૦ અને સારા માલમાં રૂ.૧૪૦૦ સુધીનાં ભાવ હતાં.

રાજકોટમાં સારી ક્વોલિટીમાં મણે રૂ.૧૦૦નો ઘટાડો જોવા મળ્યો

ગૉડલમાં લસણની ૧૯૦૦ ગુણીની આવક હતીઅને ભાવ રૂ.૮૫૦થી ૧૪૩૧નાં હતાં. આમ ગોંડલમાં પણ રૂ.૧૪૫૦ ઉપરની કોઈ એન્ટ્રી પડી નહોંતી.

ઈન્દોરમાં ૭૫૦૦થી ૮૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિડીયમ ક્વોલિટીમાં રૂ.૩પથી ૪૮, લાડુમાં રૂ.૫૦થી ૬૦ અન ફુલ ગોલામાં રૂ.૬૫થી ૭૫નાં ભાવ હતાં. સુપર માલ હોય તો રૂ.૮૦ ઉપરનાં ભાવ હતાં.

મધ્યપ્રદેશમાં નવા લસણની આજે બે હજાર ગુણીની આવક હતી અન નવા લસણના ભાવ રૂ.૭૫થી ૮૦ આસપાસનાં બોલાતાં હતાં. નિમચમાં લસણની કુલ ર- હજાર ગુણીની આવક હતી. જ્યારે મંદસૌરમાં ૨૦ હજાર ગુણીની આવક થઈ હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું