મગફળીમાં ઓછી આવકો વચ્ચે પસંદગીની જાતમાં નરમાઈ યથાવત

Among the low-income Agriculture in Gujarat peanuts market, the softness in the selected groundnut varieties remained the same

મગફળીની પાંખી આવકો વચ્ચે પસંદગીની જાતમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળીમાં હાલ દાણાબરમાં સરેરાશ બજારો નરમ છે, પંરતુ પિલાણમાં સીંગતેલ લુઝ સારૂ હોવાથી તેમાં ભાવ બહુ ઘટ્યાં નથી. 

હળવદમાં ૪ હજાર ગુણીની આવક હતી અને નબળા માલમાં રૂ.૮૫૦થી ૮૭૫ અને સારા માલમાં રૂ.૬૦૦થી ૯૩૫નાં ભાવ હતાં. ગોંડલમાં રપથી ર૬ હજાર ગુણીનાં વેપાર થયા હતા. 

ભાવ જી-ર૦માં રૂ.૯૦૦થી ૧૦૭૦, રોહીણીમાં રૂ.૮૫૦થી ૧૦૨૫, ૬૬ નંબરમાં રૂ.૮૦૦થી ૧૧રપનાં ભાવ હતાં. આજે સારા માલ રપથી ૩૦ ગુણી આવક થઈ હતી, જેને પગલે તેમાં ભાવ ઊંચા બોલાયાં હતાં.

દાણાબટર મગફળીમાં લેવાલી ઓછી હોવાથી ભાવ રૂ.૫થી ૧૦ નરમ

રાજકોટમાં ૧૪ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ ટીજે-૩૭માં રૂ.૮૮૦થી ૯૭૦, ૨૪ નં.રોહીણીમાં રૂ.૬૦૦થી ૧૦૨રપ, ૩૯ નંબરમાં રૂ.૬૦૦થી ૯૮૦, જી-ર૦માં રૂ.૬૭૦થી ૧૧૧૨, ૬૬ નંબરમાં રૂ.૬૦૦થી ૧૦૬૦ અને ૯૯ નંબરમાં રૂ.૬૩૦થી ૯૮૦નાં હતાં.

મહુવામાં ૮ થી ૯ હજાર ગુણીની આવક હતી અને ભાવ મગડીમાં રૂ.૧૦૪૦થી ૧૧૫૨, જી-માં રૂ.૧૦૨૦થી ૧૧૧૮ અને જી-૨૦માં રૂ.૯૨૩થી ૧૦૮૩નાં ભાવ હતાં.

હિંમતનગરમાં ૧૦ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૬૭૫થી ૧૩રપનાં હતાં. ડીસામાં ૧૫થી ૧૬ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૪૦થી ૧૧૮૦નાં ભાવ હતાં. 

પાથાવાડામાં રપ હજાર ગુણીની આવક હતી. ઈડરમાં ૧૦ હજાર ગુણી હતી. પાલનપુરમાં ૧૦ હજાર ગુણીની આવક હતી. ધાનેરામાં ૩ હજાર ગુણી હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું