
મગફળી-સીંગદાણાની બજારમાં આજે ખાસ કોઈ મોટી હલચલ નહોંતી. દિવાળી નજીક આવી ગઈ છે અને કારખાનાઓમાં ઉત્પાદન ધનતેરસથી બંધ થઈ જશે, જેને પગલે હાલ કોઈને રેડી ડિલીવરીમા ખાસ કોઈ લેવું નથી.
મગફળીની આવકો થોડી ઘટી છે, પંરતુ ભાવ ટકેલા રહ્યાં હતાં. બીજી તરફ ઉત્તર ગુજરાત બાજુ સૌરાષ્ટ્રનાં બાયરોની ખરીદી સારી છે, જેને પગલે દાણાબર ક્વોલિટીમાં ભાવ ઊંચા બોલાય રહ્યાં છે.
આગામી દિવસોમાં સારી ક્વોલિટીનાં ભાવ નીચા આવશે નહીં તેવી પૂરી સંભાવનાં છે. હળવદમાં ૧૨ હજાર ગુણીની આવક હતી અને ભાવ નબળા માલમાં રૂ.૮૮૦થી ૯રપ અને સારામાં રૂ.૯રપથી ૯૫૦નાં ભાવ હતાં.
ઉત્તર ગુજરાતમાં સોરાષ્ટ્રનાં બાયરોની ખરીદીથી સારી ક્વોલિટીમાં ભાવ ઊંચા
ગોંડલમાં ૩૧ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ જી-૨૦માં રૂ.૬૯૫૦ થી ૧૦૬૦ અને દાણાબરમાં રૂ.૧૧૦૦, રોહીણીમાં રૂ.૮૫૦ થી ૯૨રપ, ૩૯ નંબરમાં રૂ.૮૫૦ થી ૧૧૦૦, ૬૬ નંબરમાં રૂ.૯૦૦ થી ૧૧રપનાં ભાવ હતાં. ૩૭ નંબરમાં રૂ.૮૦૦ થી ૯રપનાં ભાવ હતાં.
રાજકોટમાં ૧૪ હજાર ગુણીનાં વેપાર થયા હતા અને ભાવ ટીજે ૩૭માં રૂ.૮૬૦થી ૯૨૦, ર૪ નંબર રોહીણીમાં રૂ.૮૮૦થી ૯૬૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૮૫૦થી ૧૦૩૦, જી-ર૦માં રૂ.૬૯૫૦થી ૧૦૪૦ અને ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૦૭૦નાં હતાં. ૯૯ ન.માં રૂ.૬૦૦થી ૯૩પનાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૬૫૦થી ૧૧૦૦નાં ભાવ હતાં.
મહુવામાં ૧૩૮૦૦ ગુણીની આવક હતી અને ભાવ મગડીમાં રૂ.૯૭૮ થી ૧૧૬૧, જી-પમાં રૂ.૬૫રથી ૧૧૫૨, જી-ર૦માં રૂ.૬૧૮થી ૧૦૬૦નાં ભાવ હતાં.
હિમતનગર યાર્ડમાં ૭ હજાર ગુણીની આવક હતીઅને ભાવ રૂ.૬રપથઈ ૧૩૨૫ ડીસામાં ર૮ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૨૦થી ૧૨૦૦નાં હતાં.
પાલનપુરમાં ૩૦ હજાર ગુણી, પાથાવાડામાં ૪૦ હજાર ગુણી અને ઈડરમાં ૮ હજાર ગુણીની આવક હતી.