કપાસ નીચા ભાવે મળતો બંધ થતાં મણે રૂ.15 થી 20 વધ્યા

Cotton available at market low prices At the close Agriculture in Gujarat cotton market price up by Rs15 to Rs20 per 20kg

દેશમાં આજે કપાસની આવક આજે વધીને ૧.૯૫ થી ૧.૯૮ લાખ ગાંસડી પહોંચી હતી. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા હોઇ તેમજ સીસીઆઇની ખરીદી દરેક રાજ્યોમાં વધી રહી હોઇ તેની અસરે તેમજ હવે દેશભરમાં વાતાવરણ ચોખ્ખું થતાં સુકા કપાસ આવતાં તેના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે તેમજ કપાસના ભાવ પણ સતત વધી રહ્યો હોઈ ખેડૂતોને વેચવાનું આકર્ષણ પણ વધી રહ્યું છે.

ગુજરાતમાં આજે કપાસની આવક પણ વધી હતી. બુધવારથી મોટાભાગના માર્કેટયાર્ડો બંધ રહેવાના હોઈ ખેડૂતોની વેચવાલી થોડી વધી હતી જો કે હજુ સુકા કપાસ પર ખેડૂતોની પક્કડ મજબૂત છે અને સારા ઉતારાવાળા કપાસ ખેડૂતો વેચવાનું ટાળી રહ્યા છે. 

ગુજરાતમાં આજે બધુ મળીને ૭.૫૦ થી ૮ લાખ મણના કપાસના વેપાર થયા હતા સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં કપાસની આવક ૧.૬૪૦ થી ૧.૬૫ લાખ મણની હતી. નવા કપાસમાં એવરેજ ભાવ નીચામાં ભાવ રૂ.૯૬૦-૧૦૧૦ અને ઊંચામાં રૂ.૧૦૮૦ થી ૧૧૧૫ હતા. 

ખેતરે બેઠા કપાસના વેપાર રૂ।.૧૦૬૦ થી ૧૦૭૫માં થયા હતા. યાર્ડોમાં અને ગામડે બેઠા કપાસમાં મણે રૂ.૧૫ થી ૨૦ સુધર્યા હતા.

જીનપહોંચ નવા કપાસમાં ભાવ આજે સૌરાષ્ટ્રમાં મણે રૂ.૧૫ થી ૨૦ સુધર્યા હતા. નવા કપાસ ૧૩ થી ૧૫ ટકા હવાવાળા કપાસના જીનપહોંચ રૂ.૧૧૦૦-૧૧૦૫ થયા હતા અને મિડિયમ કપાસના ભાવ આજે રૂ।.૧૦૭૫ થી ૧૦૮૦ સુધી બોલાતા હતા અને ૩૦ થી ૪૦ ટકા હવાવાળા કપાસના રૂ।.૧૦૪૫ થી ૧૦૫૦ ભાવ થયા હતા. 

જુના સુપર કપાસના જીનપહોંચ રૂ.૯૫૦-૧૦૨૦ ભાવ ટકેલા હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના નવા કપાસના ઊંચામાં રૂ।.૧૦૩૫-૧૦૬૦ હતા તેમજ મેઇન લાઇનના કપાસના રૂ।.૧૦૭૦ થી ૧૦૭૫ના ભાવ હતા. 

કડીમાં આજે બધુ મળીને ૬૦૦ થી ૬૫૦ ગાડીની આવક હતી જેમાં મહારાષ્ટ્રની ૩૦૦ ગાડી અને ભાવ રૂ.૧૦૨૦ થી ૧૦૬૦, મેઇન લાઇનના ૩૦-૩૫ સાધનો અને ભાવ રૂ।.૧૦૨૦ થી ૧૦૭૫ અને કાઠિયાવાડની ૩૦૦ ગાડી અને ભાવ રૂ.૧૦૯૦ થી ૧૦૯૫ બોલાયા હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું