
દેશમાંથી એચપીએસ સીંગદાણાની નિકાસમાં પણ મોટો વધારો થયો છે. મગફળીનાં જંગી વાવેતર છત્તા ઉત્પાદન ઓછા થયા છે અને બીજી તરફ નિકાસ વેપારમાં મોટો વધારો જોવા મળ્યો છે.
સરકારી સંસ્થા અપેડાનાં આંકડાઓ પ્રમાણે એચપીએસ સીગદાણાની ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ સાત મહિનામાં ૩૫ ટકા વધી છે જ્યારે ઓક્ટોબર મહિનાની નિકાસ ગત વર્ષની તુલનાએ બમણી થઈ છે.
એપ્રિલથી ઓક્ટોબરમાં સીંગદાણાની નિકાસ 35 ટકા વધી 2.56 લાખ ટન થઈ
અપેડાનાં આંકડાઓ પ્રમાણે દેશમાંથી ઓક્ટોબર મહિનામાં સીગદાણાની નિકાસ કુલ ૫૭૨૧૧ ટનની થઈ હતી, જે ગતવર્ષે ૨૩૧૩૪૭ ટનની નિકાસ થઈ હતી. આમ 4નિકાસ બમણાથી પણ વધુ થઈ છે.
બીજી તરફ એપ્રિલથી સપ્ટેમ્બરની કુલ નિકાસ ૩૪.૮૨ ટકા વધીને ર.૫૬ લાખ ટનની થઈ છે જે ગત વર્ષે ૧.૯૦ લાખ ટનની થઈ હતી. આમ નિકાસમાં જબ્બર વધારો જોવા મળ્યો છે.