
સરકારી એજન્સી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) દ્વારા રૂની ટેકાનાં ભાવથી અત્યાર સુધીમાં કુલ ર૬.૬ર લાખ ગાંસડીની ખરીદો કરવામાં આવી છે. સીસીઆઈ દ્વારા હવેસમગ્ર દેશમાંથી ખરીદી ચાલુ કરી દેવામાં આવી હોવાથી ઝડપથી ખરીદી થઈ રહી છે.
સીસીઆઈ હાલ ગુજરાત-મહારાષ્ટ્ર ઉપરાંત પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મદ્યપ્રદેશ, તેલંગણા, આંધ્ર, ઓરિસ્સા અને કર્ણાટક સહિતનાં રાજ્યોમાંથી ટેકાના ભાવથી ખરીદી કરી રહ્યું છે.
સીસીઆઈ દ્વારા કુલ ૫.૩૭ લાખ ખેડૂતો પાસેથી કપાસ-રૂની ટેકાનાં ભાવથી ખરીદી કરવામાં આવી છે. સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી વધવાને કારણે બજારમાં સરેરાશ ભાવ ઊંચા બોલાય રહ્યાં છે.