
મગફળીમાં ઓછી આવકો વચ્ચે ભાવમાં મણે રૂ.૧૦ થી ૧૫નો સુધારો હતો. સીંગદાણામાં પણ વેપારો ઠંડા છે. ગોંડલમાં ઊભા પાલની આવકો શરૂ થઈ હતી, પરંતુ ૫૦ હજાર ગુણીની આવક થઈ હતી.
રાજકોટમાં પણ હવે પેન્ડિંગ માલમાંથી દિવાળી પહેલા હરાજી થશે. ઉત્તર ગુજરાતનાં પીઠાઓમાં હવે આવકો ઓછી થવા લાગી છે અને દિવાળી બાદ આવકોમાં મોટો કાપ આવે તેવી ધારણાં છે. હાલ માત્ર ડીસા અને પાથાવાડામાં નોંધપાત્ર આવકો છે, એ સિવાયનાં સેન્ટરમાં આવકો ઘટવા લાગી છે.
હળવદમાં ૧૦ હજાર ગુણીની આવક હતી અને ભાવ નબળા માલમાં રૂ.૮૮૦થી ૯રપ અને સારામાં રૂ.૬૨પથી ૯૫૦નાં ભાવ હતાં.
સીંગદાણાની બજારમાં પણ વેપારો ઠંડા જોવા મળ્યાં
ગોંડલમાં ૨૩ હજાર ગુણીનાં વેપાર હતાં અને હજી ૧૫ હજાર ગુણી પડી છે. ભાવ જી-ર૦માં રૂ.૯૫૦થી ૧૦૫૦ અને દાણાબરમાં રૂ.૧૧૦૦, રોહીણીમાં રૂ.૮૫૦થી ૯૫૦, ૩૯ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૫૦, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૫૦નાં ભાવ હતાં. ૩૭ નંબરમાં રૂ.૮૦૦થી ૧૦૦૦નાં ભાવ હતાં.
રાજકોટમાં ૧૭ હજાર ગુણીનાં વેપાર થયા હતા અને ભાવ ટીજે ૩૭માં રૂ.૮૬૦થી ૯૩૦, ર૪ નંબર રોહીણીમાં રૂ.૮૮૦થી ૯૪૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૫૦, જી-૨૦માં રૂ.૬૫૦થી ૧૦૭૫ અને ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૦૨૦નાં હતાં. ૯૯ નં.માં રૂ.૯૦૦થી ૯૭૦નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૬૦૦થી૯૮૦નાં ભાવ હતાં.
મહુવામાં પ૫ર૦૦ ગુણીની આવક હતી અને ભાવ મગડીમાં રૂ.૬૮૫૦થી ૧૧૭૨, જી-પમાં રૂ.૬૩૦થી ૧૧૬૪૧, જી-ર૦માં રૂ.૮૭૫થી ૧૦૫૦નાં ભાવ હતાં.
ડીસામાં ૩૨ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૨૦થી ૧૨૧૧નાં હતાં. પાલનપુરમાં ૨૦ હજાર ગુણી, પાથાવાડામાં ૪૦ હજાર ગુણી અને ઈડરમાં ૬ હજાર ગુણીની આવક હતી. હિંમતનગરમાં ૬ હજાર ગુણીની આવક હતી.