
દેશમાં કપાસની આવકનો વધારો ધીમો પડતાં કપાસમાં ભાવ મણે રૂ.૫ જ ઘટયા હતા જો કે ગામડે બેઠા વેપારો રૂ.૧૧૨૫ થી ૧૧૫૦ના ભાવે જ થયા હતા.
દેશમાં રૂની આવક આજે થોડી ઘટીને સવા બે લાખ ગાંસડીની નોંધાઇ હતી ખાસ કરીને નોર્થ ઇન્ડિયામાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ૪૦ થી ૪૫ ટકા કપાસ માર્કેટમાં આવી ગયો હોઇ ખેડૂતોની પક્કડ મજબૂત બની રહી છે વળી આજે ગુજરાત અને મહારાષ્ટ્રમાં લોકડાઉનના ગભરાટે ગઇકાલે જે આવકનો વધારો જોવા મળ્યો હતો તે આજે જોવા મળ્યો નહોતો.
તેલંગાનામાં આવક વધીને ૫૦ હજાર ગાંસડી હતી પણ આંધ્ર-કર્ણાટકમાં મર્યાદિત આવક હતી. કડીના જીનર્સોની મહારાષ્ટ્રના કપાસની લેવાલી એકદમ ઘટી જતાં આજે ગુજરાતમાં કપાસની આવક ઘટીને ૪પ હજાર ગાંસડીની જ હતી. ગુજરાતના યાર્ડોમાં કપાસની આવક સવા બે લાખ મણની હતી.
સૌરાષ્ટ્રના યાર્ડોમાં નવા કપાસની આવક ઘટીને ૧,૬૬૪ લાખ મણની જ રહી હતી. નવા કપાસના ભાવ મણે રૂા.પ ઘટયા હતા. સૌરાષ્ટ્રના યાર્ડોમાં નવા કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૭૫ થી ૧૧૧૦ અને ઊંચામાં રૂ।.૧૧૮૫ થી ૧૨૧૦ હતા. જુના કપાસની આવક ૧૨૦૦૦ મણની હતી અને ભાવ નીચામાં રૂ।.૯૦૦ થી ૯૧૦ અને ઊંચામાં રૂ.૧૦૪૦ થી ૧૧૨૦ હતા.
ગુજરાતમાં જીનર્સોની લેવાલી ઘટતાં આજે કપાસમાં રૂ.૫ ઘટયા હતા. નવા કપાસ ૧૩ થી ૧૫ ટકા હવાવાળા કપાસના જીનપહોંચ રૂ.૧૧૫૦-૧૧૬૫ થયા હતા અને મિડિયમ કપાસના ભાવ આજે રૂ।.૧૧૨૦ થી ૧૧૨૫ સુધી બોલાતા હતા અને ર૦ થી રપ ટકા હવાવાળા પણ ઉતારા ૩૧ થી ૩રના હોઇ તો તે કપાસના રૂ।.૧૦૯૫ થી ૧૧૧૦ ભાવ થયા હતા.
જૂના કપાસમાં મણે રૂ।.૧૦ ઘટયા હતા. જુના સુપર કપાસના જીનપહોંચ રૂ.૧૦૪૦-૧૦૭૦ ભાવ હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના નવા કપાસના ઊંચામાં રૂ।.૧૧૧૦-૧૧૨૦ હતા તેમજ મેઇન લાઇનના કપાસના ૧૫ ટકા હવા અને ૩પના ઉતારાના આજે રૂ.૧૧૫૫માં વેપાર થયા હતા.
કડીમાં બધુ મળીને આવક ૬૦૦ થી ૬૫૦ ગાડીની હતી અને આવક વધવાથી કપાસમાં મણે રૂ.૫ થી ૧૦ઘટયા હતા જેમાં મહારાષ્ટ્રની ૪૦૦ ગાડી અને ભાવ રૂ।.૧૦૬૦ થી ૧૧૦૦, મેઇન લાઈનના ૩૦-૩૫ સાધનો અને ભાવ રૂ।.૧૦૬૦ થી ૧૧૧૦ અને કાઠિયાવાડની માત્ર ૫૦ ગાડી અને ભાવ ઊંચામાં રૂ।.૧૧૮૦ થી ૧૧૯૦ બોલાયા હતા.