
ગુજરાતમાં મગફળીની આવકો બે દિવસથી સારી થઈ રહી છે. આજે દોઢ લાખ ગુણી આસપાસની આવકનો અંદાજ છે, પંરતુ બીજી તરફ આકરો તાપ પડી રહ્યો હોવાથી હવા ઓછી થવા લાગી છે.
ગોંડલ-રાજકોટ જેવા પીઠામાં ઢગલાબંધ આવકો છે, પરંતુ સામે સુકો માલ એટલે કે પાંચથી સાત ટકા હવાવાળો માલ આવી રહ્યો હોવાથી તેમાં પિલાણ અને દાણાબર બંનેની ઘરાકી સારી છે. જેને પગલે ભાવમાં આજે પણ મણે રૂ.૧૫થી રપ સુધર્યા હતાં. છેલ્લા બે દિવસમાં એકદમ સુકી અને સારી મગફળીમાં રૂ.૪૦ જેટલા વધી ગયાં છે.
વેપારીઓ કહે છેકે મગફળીનાં ભાવ વધશે તો ખેડૂતોનાં માલની આવકો હજી વધી શકે છે. ખેડૂતો સરકારને માલ આપવાને બદલે ખુલ્લા બજારમાં વેચાણ કરવા માટે પહેલી પસંદગી કરશે.
જો મગફળીનાં ભાવ રૂ.૯૦૦થી ૯૫૦ વચ્ચે રહેશે તો સરકારનો ૧૨ લાખ ટનનો ટાર્ગેટ છે જેની સામે ૮ લાખ ટનની પણ માંડ ખરીદી થાય તેવા સંજોગો છે.
ગોંડલમાં સારા માલમાં મગફળીમાં રૂ.૧૫થી ૨૫નો સુધારો- બે દિવસમાં રૂ.૪૦ વધ્યાં
ગોંડલમાં આજે ૩રથી ૩૩ હજાર ગુણીનાં વેપાર હતા. હજી ૧૭થી ૧૮ હજાર ગુણી પેન્ડિંગ પડી છે અને બુધવાર સાંજથી નવી આવકો શરૂ કરવામાં આવશે. ભાવ જીણી-જાડીમાં રૂ.૭૫૦થી ૧૦૨૫ સુધીનાં ભાવ હતાં. પાંચ-સાત ટકાવાળી જાડી મગફળીમાં રૂ.૧૦૫૦ સુધીનાં ઊંચામાં ભાવ હતાં.
રાજકોટમાં ૩૦થી ૩૨ હજાર ગુણીની આવક હતી. ભાવ ટીજે ૩૭માં રૂ.૭૮૦થી ૯૫૦, ર૪ નં.રોહીણીમાં રૂ.૮૫૦થી ૯૭૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૭૮૦થી ૯૫૦,જી-૨૦માં રૂ.૮૫૦થી ૧૦૪૦, ૬૬ નંબરમાં રૂ.૭૫૦થી ૧૦૦૦નાં ભાવ હતાં. ૬૬ નંબરમાં ર્.૫૦નો સુધારો જોવાયો હતો.
હળવદમાં ૧૩ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૮૫૦થી ૯૦૦નાં હતાં. કેશોદમાં ખાંડીનાં ભાવ નોન રિકવરી રૂ.૨૧૨ર૦૦ અને રિકવરીમાં રૂ.૨૧૮૦૦નાં ભાવ હતાં.
હિંમતનગરમાં ૨૦ હજાર ગુણી ઉપરની આવક હતી અને ભાવ રૂ.૬૭૫થી ૧૧૪૪નાં હતાં. ડીસામાં ૨૧ હજાર ગુણી, ઈડરમાં ૭ હજાર ગુણી, પાલનપુરમાં ૪૫૦૦ ગુણીની આવક હતી.