ચણામાં બિયારણની ડીમાન્ડથી મણે રૂ.૮ થી ૧૦ સુધર્યા

ચણા વાયદા આજે નજીવા ઘટયા હતા પણ હાજરમાં તેજીની આગેકૂચ ચાલુ રહી હતી. સૌરાષ્ટ્રમાં બિયારણની ઘરાકીના સથવારે આજે ચણા મણે રૂ।.૮ થી ૧૦ સુધર્યા હતા. 

ચણાના અગ્રણી બ્રોકર જણાવ્યું હતું કે ચણામાં બિયારણની ડીમાન્ડ હજુ ઓકટોબરના એન્ડ સુધી જળવાયેલી રહેશે. ખાસ કરીને ગોરિયા ક્વોલીટીમાં ખેડૂતોની હાલ ધૂમ ડીમાન્ડ છે. 

Agriculture in Gujarat Saurashtra in Demand of chickpeas crop seeds improved by Rs 8 to 10 per 20 kg

ચણાના વાવેતરમાં કોઇ મોટો ખર્ચ થતો ન હોઇ અને ચણાની ખેતી સહેલી હોઇ આ વર્ષે ખેડૂતોને ચણાનું વાવેતર કરવાનું મોટું આકર્ષણ છે. 

સૌરાષ્ટ્રમાં ચણાની બિયારણની ખુબ જરૂરિયાત હજુ ઓકટોબર સુધી ચાલુ રહેશે

ચણાના ખેડૂતો વેપારીઓને કહી રહ્યા છે કે ચણાના ભાવ હાલ મણના રૂ.૧૦૨૦ થી ૧૦૪૦ મળી રહ્યા છે પણ હવે ચણામાં ઉતારા સારા મળતાં હોઇ ખેડૂતોને ચણાના રૂ।.૮૦૦ મળે તો પણ વાંધો નથી. 

ખેડૂતોના આવા વિચારથી બિયારણની ડીમાન્ડ મોટા પ્રમાણમાં નીકળી છે. ચણાના અગ્રણી બ્રોકરના જણાવ્યા અનુસાર હવે ચણાનો સ્ટોક ખેડૂતો કે સ્ટોકોસ્ટો પાસે બહુ નથી જે કંઇ ચણાનો સ્ટોક છે તે મલ્ટીનેશનલ કંપનીઓ પાસે પડ્યો છે અને તેઓ હવે મોટો નફો કમાવવા ચણાની બજારને આસમાની ઊંચાઈએ લઇ જશે. 

આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં ચણાની ૭૦૦ થી ૮૦૦ ગુણીની આવક હતી અને ભાવ ડંખી માલોના રૂ।.૯૯૦-૧૦૧૦, ગોરિયા એવરેજના રૂ.૧૦૨૦-૧૦૪૦, ગોરિયા બેસ્ટના રૂ.૧૦૬૦-૧૦૧૭૦ અને કાંટાવાળા બેસ્ટના રૂ.૧૦૭૦-૧૧૦૦ના ભાવ બોલાતા હતા. 

વેરહાઉસના માલોના નેટકેશમાં ગોરિયાના રૂ।.૫૪૦૦-૫૪૫૦ અને કાંટાવાળાના રૂ।૩.૫૪૫૦-૫૫૦૦ બોલાતા હતા, બિયારણના ભાવ રૂ।.૫૬૦૦-૫૭૦૦ બોલાતા હતા. ગોંડલમાં પણ ૭૦૦-૮૦૦ ગુણીની આવક હતી અને ભાવ રાજકોટ જેવા જ હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું