
ગુજરાતમાં આજે નવા કપાસની આવક વધીને ૧. ૬૦ થી ૧.૪૬૫ લાખ મણ નજીક પહોંચી હતી. બોટાદ અને હળવદ આજે નવા કપાસની આવક ૩૦-૩૦ હજાર મણ થઇ હતી.
નવા કપાસની આવક ઝડપથી વધી રહી હોઇ આજે જૂના કપાસના ભાવમાં મણે રૂ।.૧૦નો ઘટાડો નોંધાયો હતો.
આજે નવા કપાસની આવક રાજકોટમાં ૭૦૦૦ મણ ( રૂ.૮૨૫ થી ૯૪૦), બોટાદમાં ૩૦ હજાર મણ ( રૂ.૭૫૦-૧૦૦૦), હળવદમાં ૩૦ હજાર મણ (રૂ.૭૫૦-૯૫૦), અમરેલીમાં ૧૫ હજાર મણ (રૂ.૮૦૦-૯૭૫), સાવરકુંડલામાં ૧૦ હજાર મણ (રૂ.૮૫૦-૯૭૦), જસદણમાં ૧ર હજાર મણ (રૂ.૮૦૦-૯૪૦), જામજોધપુરમાં ૨૦૦૦ મણ (રૂ.૮૫૦-૯૫૦), ગોંડલમાં ૧૫૦૦ મણ (રૂ.૭૫૦-૧૦૧૧), બાબરામાં ૯૦૦૦ મણ (રૂ.૭૨૦-૯૫૦), વાંકાનેરમાં ૭ હજાર ગુણી (રૂ.૭૦૦-૯૬૦),મોરબીમાં ૧૦૦૦ મણ (રૂ.૭૦૦-૯૫૧), તળાજામાં ૯૦૦૦ મણ (રૂ.૮૫૦-૯૮૦) ,ગઢડામાં ૪૮૦૦ મણ (રૂ.૭૭૦-૯૯૦),રાજૂલામાં ૪૫૦૦ મણ (રૂ.૬૭૫-૧૦૦૫), ઢસામાં ૬ હજાર (રૂ.૭૦૦-૧૦૧૦) અને વિજાપુરમાં પ હજાર મણ (રૂ.૮૫૦-૯૫૦) ની આવક હતી.
નવા કપાસની આવક આજે વધીને ૧.૬૦ થી ૧.૬૫ લાખ મણની હતી જે ગઇકાલે ૧.૨૪ લાખ મણની હતી. જ્યારે જુના કપાસની આવક આજે રાજકોટમાં ૬૦૦૦ મણ (રૂ।.૮૦૦-૯૭૦), અમરેલીમાં ૫૦૦૦ મણ( રૂ.૭૫૦-૯૭૫), જામજોધપુરમાં ૧૫૦૦ મણ (રૂ.૬૫૦-૯૦૦), અને ગોંડલમાં ૧૦૦૦ મણ (રૂ.૭૫૦-૧૦૧૦)ની આવક હતી. જુના કપાસની આવક આજે ૧૫ હજાર મણની હતી જે ગઇકાલે ૧૭-૧૮ હજાર મણની હતી.