ઘઉંમાં ઉગ્ર તેજીઃ ભાવમાં વધુ રૂ.35નો ઉછાળો આવ્યો

Strong boom in wheat crop price Agriculture in Gujarat Wheat price in Rs35 more rise

ઘઉં બજારમાં લાલચોળ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘઉંમાં હાલ આવકો મર્યાદીત છે અને બિયારણની મોટી માંગ નીકળી હોવાથી બજારો વધવા લાગ્યા છે. 

બીજી તરફ મફત અનાજ વિતરણની યોજના નવેમ્બર પછી ન લંબાવામાં આવે તેવી હાલ ચર્ચા ચાલી રહી છે, જેને પગલે પણ મિલોની લેવાલી આવે તેવી ધારણાએ બજારો ભાગી રહી છે.



ઘઉનાં ભાવમાં શનિવારે વધુ મણે રૂ.૩૫નો વધારો થત્તા અમદાવાદની મિલોનાં ભાવ રૂ.૧૭રપની ઊંચી સપાટીએ પહોંચ્યાં હતાં. ઘઉનાં ભાવ સરેરાશ છેલ્લા દશેક દિવસમાં રૂ.૧૨૫ પ્રતિ ક્વિન્ટલ વધી ગયાં છે.

પીઠાઓમાં બિયારણ બર ઘઉનાં ભાવ વધીને રૂ.૪૫૦ની સપાટીએ પહોંચી ગયાં છે.

હિંમતનગરમાં ઘઉંની શનિવારે ૧૫૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિલબર ક્વોલિટીમાં રૂ.૩૧૫થી ૩૨૦, મિડીયમ ક્વોલિટીમાં રૂ.૩૫૦થી ૩૭૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૪૦૦થી ૪૫૦૦નાં ભાવ હતાં.

રાજકોટમાં ઘઉંની ૮૫-૦ ગુણીની આવક હતી અને ભાવ નીચામાં મિલબરનાં રૂ.૩૧૨થી ૩૨૦, મિડીયમ રૂ.૩૫૦થી ૪૦૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૪૦૦થી ૪૨૧નાં ભાવ હતાં.

ગોંડલમાં ૩૭૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૩૧૦થી ૪૪૬ સુધીનાં ક્વોટ થયાં હતાં. ઘઉનાં વેપારીઓ કહે છે કે આગામી દિવસોમાં બજારમાં હજી સુધારો થાય તેવી પૂરી સંભાવનાં દેખાય રહી છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું