રાજસ્થાનમાં પણ કઠોળ-તેલીબિયાંની સરકારી ખરીદીની જાહેરાત થઈ ચૂકી છે. રાજ્યમાંથી સોયાબીન અને કઠોળની ખરીદી પહેલી નવેમ્બર અને મગફળીની ખરીદી ૧૮મી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે તેમ રાજ્ય સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે.
રાજ્ય સરકારની સત્તાવાર જાહેરાત મુજબ રાજ્યમાંથી ૨૦મી ઓક્ટોબરથી ઓનલાઈન ખરીદી માટે નોંધણી શરૂ થશે અને પહેલી નવેમ્બરથી ૮૫૦થી પણ વધુ ખરીદી કેન્દ્રો પરથી મુખ્ય ખરીફ પાકોની ખરીદી શરૂ થશે. જ્યારે મગફળીની માત્ર ૧૮ નવેમ્બરથી ખરીદી શરૂ થશે.
રાજસ્થાનમાંથી સરકારે મગફળીનો ૩.૦૪લાખ ટન ખરીદીનો લક્ષ્યાંક રાખ્યો
કેન્દ્ર સરકારે રાજસ્થાનમાંથી ટેકાનાં ભાવથી મગની કુલ ૩.૫૭ લાખ ટન, અડદની ૭૧,૫૫૦ ટન, સોયાબીનની ર.૯ર લાખ ટન અને મગફળીની ૩.૭૪ લાખ ટનની ખરીદીની મંજૂરી આપી છે.
સરકારે મગની ખરીદી માટે કુલ ૩૬૫, અડદ માટે ૧૬૧, મગફળી માટે ર૨૬૬ અને સોયાબીન માટે ૭૯ ખરીદી કેન્દ્ર શરૂ કર્યા છે.