
મગફળીનાં ભાવમાં સરેરાશ મજબૂતાઈ હતી. શનિવારે વરસાદી માહોલને કારણે આવકો સતત બીજા દિવસે પ્રમાણમાં ઓછી હતી.
બીજી તરફ સૌરાષ્ટ્રમાં મગફળીનાં ભાવ બહુ વધી ગયાં હોવાથી હવે બાયરોએ રાજસ્થાન તરફ નજર દોડાવીછે અને ત્યાંથી થોડા-થોડા વેપારો પણ શરૂ થવા લાગ્યાં છે. અમુક સેન્ટરમાંથી પડતર લાગી રહી છે.
બીજી તરફ ઉત્તર ગુજરાતમાં મગફળીની જંગી આવકોને પગલે ત્યાં ભાવ થોડા ઘટી રહ્યાં છે. ડીસામાં સારી મગફળીનાં ભાવ રૂ.૧૧૦૦ની અંદર હવે આવી ગયાં છે.
ઉત્તર ગુજરાતમાં મગફળીની જંગી આવકોથી ઉત્તર ગુજરાત બાજુ ભાવ ઘટ્યાં
સૌરાષ્ટ્રમાં વરસાદને પગલે અમુક સેન્ટરમાં મગફળી પલળી છે અને હવે લાગી એ મગફળી ચાલુ સપ્તાહે બજારમાં આવ જશે, જેને પગલે સરેરાશ આવકો વધશે તો હાલ તેજીને બ્રેક લાગી શકે છે.
ચિત્તોડગઢ, ભીલવાડાની મગફળીમાં સૌરાષ્ટ્ર પહોંચમાં રૂ.૧૧૦૦નાં ભાવથી વેપાર થાય છે. જયપૂરમાં રૂ.૧૦૨૦-૧૦૨પ૫નાં ભાવ છે. રાજસ્થાનમાં દૈનિક દોઢૅક લાખ ગુણીની આવક હાલ છે અને ત્યાં ગુજરાત કરતાં ભાવ નીચા છે.
મગફળીની ગોંડલમાં શનિવારે પેર્ન્ડિંગ માલમાંથી ૩૪ હજાર ગુણીના વેપાર થયા હત. ભાવ જીણીમાં રૂ.૮૦૦થી ૧૦૫૦ અને જાડીમાં રૂ.૯૦૦થી ૧૧૦૦ સુધીનાં ભાવ હતાં. ભાવમાં રૂ.૧૦થી ૧૫નો સરેરાશ સુધારો હતો.
રાજકોટમાં વેપારો ૧૮ હજાર ગુણીનાં થયા હતા અને હજી નવ હજાર ગુણી પેન્ડિંગ છે. નવી આવકો સમવારે રાત્રે કરશે.
ભાવ ટીજે ૩૭માં રૂ.૮૨પથી ૯૭૦, ર૪ નં.રોહીણીમાં રૂ.૯૦૦થી ૯૭૫, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૭૫૦થી ૯૫૦, જી-ર૦માં રૂ.૯૫૦થી ૧૦૭૦, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૮૦૦નાં ભાવ હતાં.
હળવદમાં વરસાદની આગાહીને પગલે શનિવારે આવકો નહોંતી. મહુવામાં ૧૧ હજાર ગુણીની આવક હતી અને ભાવ ઉપરમાં રૂ.૧૧૧૭ સુધીનાં હતાં. ઉત્તર ગુજરાતમાં ડીસામાં ૫૧ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૦૦થી ૧૦૯૬નાં ભાવ હતાં.
હિંમતનગરમાં ૧૫ હજાર ગુણી ઉપરની આવક હતી. ઈડરમાં ૪ હજાર ગુણી પેન્ડિંગ હતી. પાલનપુરમાં ૨૩૦૦૦ ગુણીની આવક હતી. પાથાવાડામાં ૨૬૦૦૦ ગુણીની આવક હતી.