
મગફળીની બજારમાં નોન સ્ટોપ તેજી જોવા મળી રહી છે. ગુજરાતમાં આજે ૨.૧૨ લાખ ગુણીની આવક યાર્ડનાં ચોપડે થઈ હતી.
જેમાં ગોંડલનાં ૩૫ હજાર ગુણીનાં વેપાર કર્યા છે. જો ગોંડલની પૂરી આવક ગણીએ તો કુલ આવક ૨.૮૭ લાખ ગુણીની થાય છે. ગોંડલમાં મગફળીની એક લાખ ગુણી ઉપરની આવકો હોવા છત્તા પિલાણ અને દાણાબરવાળાની મોટી પાયે લેવાલી છે.
વળી વરસાદની આગાહી હોવાથી અનેક યાર્ડમાં રવિવાર સુધી નવી આવકો બંધ અથવા તો મર્યાદીત ઊભા વાહનની જહરાજી થવાની છે. મહુવા આવક બંધ છે.
હળવદમાં યાર્ડ સત્તાવાર બંધની જાહેરાત કરી છે, પંરતુ વેપારી કહે છેકે ઊભા વાહનની હરાજી થશે. ભાવનગર જિલ્લાનાં અન્ય યાર્ડોમાં પણ આવકો બંધ છે. જામનગર આવક બંધ છે.
મગફળીની ગોંડલમાં ૧.૧૦ લાખ ગુણીની આવક સામે ૩૨થી ૩૩ હજાર ગુણીના વેપાર થયા હત. ભાવ જીણીમાં રૂ.૮૦૦થી ૧૦૫૦ અને જાડીમાં રૂ.૯૦૦થી ૧૦૭૦ સુધીનાં ભાવ હતાં. ૬૬ નંબરનાં ભાવ રૂ.૧૨૦૦ સુધી નાં ભાવ હતાં.
રાજકોટમાં વેપારો ૧૮ હજાર ગુણીનાં થયા હતા અને હજી ૪પ હજાર ગુણી પેન્ડિંગ છે. ભાવ ટીજે ૩૭માં રૂ.૮રપથી ૯૪૦, ૨૪ નં.રોહીણીમાં રૂ.૮૮૦થી ૯૮૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૭૫૦થી ૯૫૦, જી-ર૦માં રૂ.૯૩૦થી ૧૦૪૫, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૨૧૦નાં ભાવ હતાં. ૯૯ નંબરની આવક નહોંતી.
હળવદમાં ૧૨ હજાર ગુણીની આવક હતી અને ભાવ કોકાકોલામાં રૂ.૮૫૦થી ૯૫૦ અને સારામાં રૂ.૬૫૦થી ૧૦૫૦ સુધીનાં ભાવ હતાં.
ડીસામાં ૪૬ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૮૮૦થી ૧૧૦૧નાં ભાવ હતાં. હિંમતનગરમાં પ હજાર ગુણી ઉપરની આવક હતી અને ભાવ રૂ.૧૨૧૫ સુધીનાં હતાં.
ઈડરમાં ૧૨ હજાર ગુણી, પાલનપુરમાં ૨૪૦૦૦ ગુણીની આવક હતી. પાથાવાડામાં ૨૨૦૦૦ ગુણીની આવક હતી.