સૌરાષ્ટ્રમાં વરસાદને કારણે મગફળીનાં પાકને નુકસાનઃ ભાવ મજબૂત

Peanut crop damage due to rains Agriculture Groundnut crop in Gujarat Saurashtra Peanut crop prices are strong

સૌરાષ્ટ્રમાં શનિવાર-રવિવારમાં પડેલા વરસાદને પગલે મગફળીની બજારમાં ફરી તેજી માટે કારણો આવી ગયાં છે. વરસાદને પગલે મગફળીનાં પાકને નુકસાની વધી ગઈ છે અને હવે ક્વોલિટીનો મોટો ઈશ્યૂ આવે તેવી સંભાવનાં છે. 

આવી સ્થિતિમાં મગફળીની આવકો થોડી ઘટી હતી. જોકે ગોંડલમાં આવકો ખોલતા અગાઉની તુલનાએ અડધી જ આવકો થઈ હતી. 

ગુજરાતની કુલ આવકો ર૨.રપ લાખ ગુણી જેવી હતી, જેમાં અડધો અડધ ઉત્તર ગુજરાતમાં થઈ હતી. મગફળીનાં ભાવ સરેરાશ શનિવાર કરતાં જાતવાર રૂ.૧૦થી ર૦નો મણે ઉછાળો હતો.

રાજકોટમાં વરસાદને કારણે મગફળીની હરાજી સોમવારે બંધ હતી અને મંગળવારે જો વાતાવરણ ખુલ્લું હસે તો નવી આવકો કરાશે. આ લખાય છે ત્યાં સુધી યાર્ડ હજી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ગોંડલમાં ૫૦ થી પપ હજાર ગુણીની આવક હતી અને તેમાંથી ૩૫ હજાર ગુણીનાં વેપાર હતા.

સારી અને નબળી મગફળી વચ્ચેનો ગાળો ફરી એક વાર વધશે

જીણીમાં રૂ.૧૦૦૦થી ૧૧૦૦ અને જાડીમાં રૂ.૯૦૦થી ૧૦૫૦ સુધીના ભાવ સારી ક્વોલિટીમાં હતાં.

હળવદમાં ત્રણ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૦૦થી ૯૫૦ કોકાકોલા અને સારામાં રૂ.૧૦૦૦થી ૧૦૫૦ સુધીનાં ભાવ હતાં.

મહુવામાં આજે ૧૮૭૦૦ ગુણીની આવક થઈ હતી અને ભાવ રૂ.૮૮૫ થી ૧૨૦૨ સુધીનાં બોલાયાં હતાં. મગડીનાં ભાવ રૂ.૧૦૯૫ સુધીનાં ઉપરમાં હતાં.

ઉત્તર ગુજરાતમં ડીસામાં ૬પ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૮૫૧ થી ૧૧૫૧નાં ભાવ હતાં. હિંમતનગરમાં ૨૦ હજાર ગુણી, પાલનપુરમાં ૨૦ હજાર ગુણી, પાથાવાડામાં ૧૮ હજાર ગુણીની આવક થઈ હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું