
દેશમાં આજે કપાસની આવક વધીને ૯૯ હજાર થી એક લાખ ગાંસડી રૂની થઇ હતી. નોર્થમાં નવા કપાસની આવક ઝડપથી વધી રહો છે.
નોર્થમાં આજે રૂની આવક વધીને ૪૮ થી ૫૦ હજાર ગાંસડી થઇ હતી પણ ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાના, કર્ણાટક, મધ્યપ્રદેશમાં વરસાદ પડી રહ્યો હોઇ આવક આજે ઘટી હતી. આજે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં થોડી આવક વધી હતી પણ ગુજરાતમાં આવક ઘટી હતી.
વરસાદના કારણે કપાસની આવક મોડી પડવાની ધારણા અને કપાસને થોડું નુકશાન થયાના સમાચારને પગલે નોર્થમાં કપાસના ભાવમાં મણે રૂ।.૩૫પ થી ૪૦ સુધર્યા હતા. વળી સીસીઆઇની એકધારી ખરીદી અને આવકના ઘટાડાને પગલે આજે સમગ્ર દેશમાં કપાસના ભાવ સુધર્યા હતા.
ગુજરાતમાં આજે નવા કપાસની આવક વધીને ૨.૧૦ થી ૨.૧૫ લાખ મણની હતી કારણ કે મેઇન લાઇન અને ઉત્તર ગુજરાતમાં કપાસની આવક વધી હતી પણ તેની સામે સૌરાષ્ટ્રમાં આવક ઘટીને ૧.૨૫ થી ૧.૩પ લાખ મણની જ થઇ હતી.
નવા કપાસમાં નીચામાં ભાવ રૂ.૯૦૦-૧૦૦૦ અને ઊંચામાં રૂ.૧૦૫૦ થી ૧૧૧૦ હતા. નવા કપાસમાં આજે મણે રૂ.૩પ થી ૪૦ વધ્યા હતા. જૂના કપાસની આવક આજે ૫૫૦૦ મણની હતી જેના ભાવ નીચામાં રૂ.૮૫૦-૮૬૦ અને ઊંચામાં રૂ.૧૦૩૦-૧૦૫૦ હતા. જૂના કપાસના ભાવ આજે રૂ.રપ થી ૩૦ વધ્યા હતા.
જીનપહોંચ નવા કપાસમાં ૨૦ થી રર ટકા હવાવાળા કપાસના જીનપહોંચ રૂ।.૩૦ વધીને રૂ।.૧૦૭૫-૧૦૮૦ થયા હતા પણ ઓછી હવાવાળા સુપર કપાસના ભાવ આજે વધીને રૂ।.૧૦૬૦ થી ૧૦૬૫ સુધી બોલાતા હતા અને ૩૦ થી ૪૦ ટકા હવાવાળા કપાસના રૂ.૧૦૪૦ થી ૧૦૫૦ ભાવ થયા હતા.
જુના સુપર કપાસના જીનપહોંચ રૂ.૧૫ થી ર૦ વધીને રૂ.૧૦૧૦-૧૦૨૦ ભાવ હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના નવા કપાસના રૂ.ર૫પ થી ૩૦ વધીને રૂ।.૧૦૪૫-૧૦૫૦ હતા. કડીમાં મહારાષ્ટ્રના કપાસના ભાવ ઉછળ્યા હતા.
કડી પહોંચ આજે મહારાષ્ટ્રના કપાસના ભાવ ઊંચામાં રા.૧૦૧૦ થી ૧૦૫૦ બોલાતા હતા. કડીમાં મહારાષ્ટ્રની આજે ૯૦ થી ૧૦૦ ગાડીની અને કાઠિયાવાડની ૧૫૦ થી ૧૬૪૦ ગાડીની આવક હતી.
કડીમાં કાઠિયાવાડના કપાસના રા.૩૦ સુધરીને રૂ।.૧૦૭૦ થી ૧૦૮૦ બોલાતા હતા. કડીમાં આજે બધુ મળીને ૪૦૦ ગાડી કપાસની આવક હતી.