
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મગફળીની આજે વિક્રમી એક દિવસની આવક થઈ હતી અને પ્રાથમિક અંદાજ પ્રમાણે કુલ આવકો ૬ લાખ ગુણી ઉપર પહોંચી હોવાનો અંદાજ છે.
મગફળીની જંગી આવકો હોવા છત્તા સાઉથનાં બિયારણવાળાની માંગ અને સીંગતેલમાં નિકાસમાંગને પગલે પિલાણ મિલોની ગમે તે ભાવથી લેવાલી હોવાથી ભાવમાં સરેરાશ સોમવારે રૂ.૨૫થી ૪૦ની તેજી આવી હતી.
અમુક જાતમાં તો રૂ.૫૦ પણ મણે વધી ગયાં હતાં. બીજી તરફ સરકારી ખરીદીનો આજે પહેલો દિવસ હતો, પંરતુ તમામ સેન્ટરમાં કાગડા ઉડતા હતા. વેપારીઓ કહે છેકે મોટા સેન્ટરમાં પણ માંડ પાંચ-સાત ખેડૂતો આવ્યાં હોય તેવી ઘટના બની છે.
જામનગરમાં આજે ઊંચામાં ર.૧૪૬૫ સુધીનાં ભાવ બોલાયાઃ સરેરાશ રૂ.૨૫થી ૪૦ની તેજી
મગફળીનાં ઊંચા ભાવને પગલે હાલ ખેડૂતોને વેચાણ કરવાની તક મળી છે. તહેવારો અગાઉ ખેડૂતો માલ ખાલી કરવાનાં મૂડમાં છે અને આવા ઊંચા ભાવ ફરી ક્યારે મળે તેની કોઈ ચોક્કસ ગેરંટી ન હોવાથી ખેડૂતો હાલ તકનો લાભ લઈને તહેવારો પહેલા રોકડી કરવાનાં મૂડમાં છે.
ગોંડલમાં રવિવારે આવકો કરતાં ૧.૫૦ લાખ ગુણી ઉપરની આવક હતી અને સોમવારે ૪પ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ જીણીમાં રૂ.૯૦૦થી ૧૦૫૦ અને જાડીમાં રૂ.૬૫૦થી ૧૧૫૦નાં ભાવ હતાં. ૬૬ નંબરમાં રૂ.૧૧૫૦સુધીનાં ભાવ હતા, જ્યારે ૩૯ નંબરમાં રૂ.૧૨૩૬નાં ભાવ હતાં.
રાજકોટમાં રવિવારે ૧૨.૫ લાખ ગુણીની આવક હતી અને સોમવારે રપ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ ટીજે ૩૭માં રૂ.૮૭૦થી ૧૦૨૦, ર૨૪ નં.રોહીણી-મઠ્ઠડીમાં રૂ.૬૦૦ થી ૧૦૪૦, ૩૯ નંબર બોલ્ડમા રૂ.૮૫૦થી ૯૫૦, જી-૨૦માં રૂ.૬૯૭૦ થી ૧૧૭ અને ૬૬ નંબરમાં રૂ.૮૫૦ થી ૧૩૦૦નાં ભાવ હતાં. ૯૯ નંબરમાં રૂ.૯૦૦થી ૯૯૦નાં ભાવ હતાં.
મહુવામાં ૩૯ હજાર ગુણી, જામનગરમાં ૩૫ હજાર ગુણીની આવક હતી. જામનગરમાં ઊંચામાં એક એન્ટ્રી રૂ.૧૪૬૫ સુધીનાં ભાવ હતાં.
ઉત્તર ગુજરાતમાં ડીસામાં વન હજાર ગુણીના વેપાર હતા અને ભાવ રૂ.૯૫૦થી ૧૨૧૧નાં હતાં. જ્યારે હિંમતનગરમાં ૧૦ હજાર ગુણીની આવ હતી. પાનલપુરમાં રપથી ૩૦ હજાર ગુણી, પાથાવાડમાં ૩૦ હજાર ગુણી, ઈડરમાં ૧૪ હજાર ગુણીની આવક હતી.