
મકાઈનાં ટોચનાં ઉત્પાદક માનાં એક એવા સાઉથનાં રાજ્ય તેંલગણામાં આ વર્ષે મકાઈનાં ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે. રાજ્ય સરકારે મકાઈનું વાવેતર ન કરવાની ખેડૂતોને સલાહ આપી હતી છત્તા પણ અમુક વાવેતર થયું હોવાથી હાલ ખરીફ સિઝનમાં સરકાર રૂ.૧૮૫૦નાં ટેકાનાં ભાવથી મકાઈની ખરીદો કરશે, પરંતુ રવિસિઝનમાં ખેડૂતોને મકાઈનું વાવેતર સંપૂર્ણ રીતે ન કરવાની સલાહ આપી છે.
તેલંગણાનાં મુખ્યમંત્રી કે.ચંદ્રશેખરે જણાવ્યું હતું કે રાજ્યમાં મકાઈનું વાવેતર ન કરવાની સલાહ છત્તા ખેડૂતોએ વાવેતર કર્યું છે. હાલ મકાઈમાં કોઈ લેવાલ જ ન હોવાથી બજાર ભાવ તળિયે પહોંચ્યાં છે ત્યારે સરકાર રૂ.૧૮૫૦નાં ભાવથી ખરીદી કરશે, પંરતુ આગામી રવિ સિઝનમાં જો ખેડૂતો વાવેતર કરશે તો તેની કોઈ ખરીદી કરવામાં આવશે નહીં.
ખેડૂતોને સલાહ છેકે મકાઈનું વાવેતર કરે જ નહીં. તેલંગણાની સરકારે ગત વર્ષે ખીફ સિજનમાં રૂ.૧૬૬૮ કરોડની મકાઈ ખરીદી કરી હતી અને માર્કફેડને રૂ.૮૨૩ કરોડની નુકસાની ગઈ હતી. માર્કફેડે રૂ.૧૭૬૦ પ્રતિ ક્વિન્ટલની મકાઈની ખરીદી કરી હતી અને તેની પડતર રૂ.૨૦૦૦ માં પડી હતી, જેની સામે વેચાણ રૂ.૧૧૫૦ પ્રતિ ક્વિન્ટલનાં ભાવથી થઈ હતી.
તેલંગણાની સરકારે ખેડૂતોને મકાઈની વાવણી ન કરવાની સલાહ આપી
બીજી તરફ તેલંગણાની સરકારના સત્તાવાર મકાઈ ઉત્પાદનનાં આંકડાઓ પ્રમાણે રાજ્યમાં મકાઈનું આ વર્ષે ઉત્પાદન ૭પ૫ટકા ઘટીને ૪.૭૦ લાખ ટન થવાનો અંદાજ છે. મકાઈનું વાવેતર ગત વર્ષે ૩.૯૧ લાખ હેકટરમાં થયુ હતું, જેની તુલનાએ આ વર્ષે ૮૮ હજાર હેકટકરમાં થયું હતું.
તેલંગણાની સરકારે મકાઈનાં વાવેતર અંગે ખેડૂતોને સલાહ આપી છે તેવી તમામ રાજ્યોએ પોતાનાં રાજ્યમાં ક્યાં પાકનું વાવેતર કરવું ન કરવું તેની સલાહ આપવી જોઈએ.