
દેશમાં આજે કપાસની આવક ઘટીને ૧.૧૦ થી ૧.૧૨ લાખ ગાંસડીની થઇ હતી. નોર્થમાં આજે સતત ત્રીજે દિવસે આવક ઘટી હતી, અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્રમાં આવકો વધી હતી પણ મધ્યપ્રદેશ અને સાઉથ ઇન્ડિયાના રાજ્યોમાં આવક વધતી અટકી ગઈ છે.
વરસાદી વાતાવરણને કારણે આ રાજ્યોમાં આવક સતત નીચી રહે છે. આજે ગુજરાતમાં ૨૭ હજાર ગાંસડીની આવક થયાના રિપોર્ટ મળી રહ્યા હતા.
નોર્થમાં ૪૪ થી ૪૬ હજાર ગાંસડી, મહારાષ્ટ્ર-મધ્યપ્રદેસમાં ૨૭ હજાર ગાંસડી અને સાઉથમાં ૯ થી ૧૦ હજાર ગાંસડીની આવક હતી. નોર્થમાં સીસીઆઈએ અત્યાર સુધીમાં ૩.૫૩ લાખ ગાંસડી રૂનો કપાસ ખરીદ્યો છે.
ગુજરાતમાં આજે નવા કપાસની આવક ચાર થી સાડા ચાર લાખ મણની જળવાયેલી હતી જો કે સૌરાષ્ટ્રમાં કપાસની આવક સતત પાંચમા દિવસે ઘટી હતી કારણ કે સુકા કપાસ વધુ આવતાં ખેડૂતોની વેચવાલી અટકી રહી છે.
સૌરાષ્ટ્રમાં આવક ઘટીને નવા કપાસની ૧.૧૦ થી ૧.૧૨ લાખ મણની હતી જેમાં મુખ્યત્વે બોટાદમાં ૨૭ હજાર મણ (રૂ.૮૦૦-૧૧૦૦), અમરેલીમાં ૧૧ હજાર મણ (રૂ.૯૦૦-૧૦૬૫), જસદણમાં ૧૦ હજાર મણ (રૂ।.૧૦૦૦-૧૦૬૦) અને ને રાજકોટમાં ૮૫૦૦ મણ (રૂ।.૯૫૦-૧૦૭૦)ની હતી.
નવા કપાસમાં એવરેજ ભાવ નીચામાં ભાવ રૂ.૮૫૦-૯રપ અને ઊંચામાં રૂ।.૧૦૪૦ થી ૧૦૬૦ હતા. નવા કપાસમાં આજે સારી કવોલીટીમાં રૂ।.૧૦ થી ૧૫ ઘટયા હતા પણ ઓવરઓલ ભાવ મણે રૂ.૫ થી ૧૦ ઘટયા હતા.
જૂના કપાસની આવક આજે ૯ હજાર મણની હતી જેમાં રાજકોટમાં ૩૫૦૦ મણ (રૂ।.૭૫૦-૧૦૨૬) અને અમરેલીમાં ૪ હજાર મણ(રૂ।.૮૦૦-૧૦ર૫)ની આવક હતી. જુના કપાસના ભાવ આજે ટકેલા હતા.
જીનપહોંચ નવા ડપાસમાં ભાવ આજે રૂ।.૧૦ થી ૧૫ ઘટયા હતા. નવા કપાસ ૧૫ થી ૧૭ ટકા હવાવાળા કપાસના જીનપહોંચ રૂ.પ થી ૧૦ ઘટીને રૂ.૧૦૪૦-૧૦૫૦ થયા હતા અને મિડિયમ કપાસના ભાવ આજે રૂ.૧૦૧૦ થી ૧૦૨૫ સુધી બોલાતા હતા અને ૩૦ થી ૪૦ ટકા હવાવાળા કપાસના રૂ।.૯૭૦ થી ૧૦૦૦ ભાવ થયા હતા.
જુના સુપર કપાસના જીનપહોંચ ઘટીને રૂ।.૯૫૦-૯૭૦ ભાવ હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના નવા કપાસના ઊંચામાં રૂ.૧૦ ઘટીને રૂ।.૧૦૧૫-૧૦૨૦ હતા તેમજ મેઇન લાઇનના કપાસના રૂ.૧૦૪૦ થી ૧૦૬૦ના ભાવ હતા.
કડીમાં આજે બધુ મળીને ૪૦૦ થી ૪૫૦ ગાડીની આવક હતી જેમાં મહારાષ્ટ્રની ૧૨૫ ગાડી અને ભાવ રૂ.૧૦ ઘટીને રૂ.૯૫૦ થી ૧૦૩૦, મેઇન લાઇનના ૬૦ સાધનો અને ભાવ રૂ।.૧૦૦૦ થી ૧૦૪૦ અને કાઠિયાવાડની ૧૫૦ ગાડી અને ભાવ રૂ।.૧૦૭૦ થી ૧૦૭૫ હતા.