
ડુંગળીમાં સરકારી નિયંત્રણોને પગલે સરેરાશ ઓછી આવકો વચ્ચે ભાવ નીચી સપાટીએ સ્થિર હતાં. ડુંગળીમાં ઊંચા ભાવ કે નીચા ભાવ હોય, પરંતુ વેપારીઓને હાલ સરકારી કનડગડનો ડર છે અને સ્ટોક લિમીટ હોવાથી કોઈ વેપારીઓ મોટો સ્ટોક કરી શકે તેમ નથી.
સરકારે હોલસેલ વેપારીઓ માટે ૨૫ ટનની મર્યાદા રાખી હોવાથી વેપારીઓનાં વેપાર હાલ ખોરવાય ગયા છે, જેને પગલે ટૂંકાગાળા માટે બજારમાં વેપાર ન હોવાથી ડુંગળીનાં ભાવ સ્થિર છે, પંરતુ આગામી દિવસોમાં તેમાં ભાવ ફરી વધે તેવી ધારણાં છે.
ગુજરાતમાં ડુંગળીનાં ભાવ રૂ.૮૦૦થી ૧૦૦૦ની વચ્ચે સ્થિર
મહુવામાં ડુંગળીની ૨૪૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૨૧૫થી ૮પરની વચ્ચે હતાં, જ્યારે રાજકોટમાં ઊંચામાં રૂ.૧૦૦૦નાં ભાવ હતાં.
ડુંગળીમાં નિકાસ વેપારો નથી અને હવે સ્ટોક લિમીટ પણ લદાય છે. બીજી તરફ આયાત વેપારો ચાલુ થઈ ગયાં છે. અફઘાનિસ્તાનની ૨૦૦ ટન ડુંગળી પણ મુંબઈ વાશી એપીએમસીમાં પહોંચી છે.
આયાતી ડુંગળી રૂ.૫૦ પ્રતિ કિલોનાં ભાવથી વેચાણ થઈ રહી છે. ચાલુ મહિનાનાં અંત સુધીમાં વધુઆયાતી જથ્થો આવે તેવી સંભાવનાએ બજાર નરમ છે.