
દેશમાં આજે કપાસની આવક આજે ૧.૨૯ થી ૧.૩૨ લાખ ગાંસડીની થઇ હતી. નોર્થમાં આજે સતત ચોથા દિવસે આવક ઘટી હતી, અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આવકો વધી હતી પણ મધ્યપ્રદેશ અને સાઉથ ઇન્ડિયાના રાજ્યોમાં આવક ઓછી વધી હતી. નોર્થમાં ૫૦ થી પ૨ હજાર ગાંસડી, મહારાષ્ટ્ર-મધ્યપ્રદેસમાં ૩ર હજાર ગાંસડી અને સાઉથમાં ૧૪ થી ૧૫ હજાર ગાંસડીની આવક હતી.
ગુજરાતમાં આજે નવા કપાસની આવક ઘટીને ચાર થી સવા ચાર લાખ મણની હતી જો કે સૌરાષ્ટ્રમાં કપાસની આવક સતત છઠ્ઠા દિવસે ઘટી હતી કારણ કે સુકા કપાસ વધુ આવતાં ખેડૂતોની વેચવાલી અટકી રહી છે.
સૌરાષ્ટ્રમાં આવક ઘટીને નવા કપાસની ૧,૫૦ થી ૧.૬૦ લાખ મણની હતી જેમાં મુખ્યત્વે બોટાદમાં ૩૦ હજાર મણ (રૂ।.૮૦૦-૧૧૦૦), અમરેલીમાં ૧૧ હજાર મણ (રૂ.૯૦૦-૧૦૬૫), જસદણમાં ૧૦ હજાર મણ (રૂ.૧૦૦૦-૧૦૬૪૦) અને ને રાજકોટમાં ૧૩હજાર મણ (રૂ।.૯૫૦-૧૦૭૦)ની હતી
નવા કપાસમાં એવરેજ ભાવ નીચામાં ભાવ રૂ।.૯૦૦-૯૫૦ અને ઊંચામાં રૂ।.૧૦૬૦ થી ૧૦૮૫ હતા. નવા કપાસમાં આજે સારી કવોલીટીમાં રૂ।.૩૦ થી ૩૫ સુધર્યા અને એવરેજ ક્વોલીટીમાં મણે રૂ.૧૫ થી ૨૦ સુધર્યા હતા.
જૂના કપાસની આવક આજે ૯ હજાર મણની હતી જેમાં રાજકોટમાં ૪૦૦૦ મણ (રૂ।.૭૫૦-૧૦૨૩) અને અમરેલીમાં ૪ હજાર મણ(રૂ।.૮૦૦-૧૦૪૦)ની આવક હતી. જુના કપાસના ભાવ પણ આજે મણે રૂ।.૧૦ સુધર્યા હતા.
જીનપહોંચ નવા કપાસમાં ભાવ આજે રૂ।.૧૦ થી ૧૫ સુધર્યા હતા. છેલ્લા પાંચ દિવસમાં મણે રૂ।.૪૦ થી ૪પ ઘટયા બાદ આજે કપાસના ભાવ સુધર્યા હતા. ભૂર પવન અને તડકા પડવા લાગતાં હવાનું પ્રમાણ ઘટતાં તેમજ ખેડૂતોની મજબૂત પક્કડથી આજે કપાસના ભાવ સુધર્યા હતા.
નવા કપાસ ૧૫ થી ૧૭ ટકા હવાવાળા ડપાસના જીનપહોંચ રૂ.રપ થી ૩૦ સુધરીને રૂ।.૧૦૭૦-૧૦૭૫ થયા હતા અને મિડિયમ કપાસના ભાવ આજે રૂ।.૧૦૪૦ થી ૧૦૫૦ સુધી બોલાતા હતા અને ૩૦ થી ૪૦ ટકા હવાવાળા કપાસના રૂ।.૧૦૦૦ થી ૧૦૧૦ ભાવ થયા હતા.
જુના સુપર કપાસના જીનપહોંચ રૂ.૫ સુધરીને રૂ।.૯૫૫-૯૭૫ ભાવ હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના નવા કપાસના ઊંચામાં રૂ।.૧૦ સુધરીને રૂ.૧૦૨૫-૧૦૩૦ હતા તેમજ મેઇન લાઈનના કપાસના પણ રૂ.૧૫ થી ૨૫ સુધરીને રૂ.૧૦૬૦ થી ૧૦૭૫ના ભાવ હતા.
કડીમાં આજે બધુ મળીને ૪૦૦ થી ૪૫૦ ગાડીની આવક હતી જેમાં મહારાષ્ટ્રની ૧૨૫ ગાડી અને ભાવ રૂ.૭ થી ૮ સુધરીને રૂ.૯૫૦ થી ૧૦૪૦, મેઇન લાઇનના ૬૦ સાધનો અને ભાવ રૂ।.૧૦૦૦ થી ૧૦૪૦ અને કાઠિયાવાડની ૧૫૦ ગાડી અને ભાવ રૂ.૧૦ સુધરીને રૂ.૧૦૮૦ થી ૧૦૮૫ બોલાયા હતા.