
મગફળીની તેજીનાં વળતા પાણી શરૂ થઈ ગયાં છે. સીંગતેલની પાછળ ગાંડી થયેલી મગફળીની તેજી આજે એક જ દિવસમાં સાજી થઈ ગઈ હતી અને ભાવ આસમાનમાંથી જમીન તરફ આવી ગયાં હતાં.
ગુજરાતનાં વિવિધ સેન્ટરોમાં મગફળીનાં ભાવ રૂ.૨૦થી ૫૦ જેટલા નીકળી ગયાં છે. બિયારણ ક્વોલિટીમાં આજે ઊચા ભાવથી લેવાલ નહોંતાં, પરંતુ જામનગરમાં ખાલી અમુક વકલમાં ઊંચામાં વિક્રમી રૂ.૧૪૮૦નાં ભાવથી વેપારો થયા હતા, એ સિવાય તમામ પીઠાઓમાં બજારો ઠંડા હતાં.
ગુજરાતમાં મગફળીની આવકો હવે ઘટીને બેલાખ ગુણી આસપાસ સ્થિર થઈ ગઈ છે. શુક્રવારે ઈદે-મિલાદ છે અને શનિવાર સરદાર પટેલ જંયતિ છે અને ત્રીજા દિવસે રવિવાર છે. જેને પગલે ગૉંડલે સત્તાવાર રીતે ત્રણ દિવસની રજાઓ જાહેર કરી દીધી છે. બીજા યાર્ડો પણ બે કે ત્રણ દિવસ બંધ રહે તેવી પૂરી સંભાવનાં છે.
મગફળીની આવકો હવે સોમવાર સુધી ઓછી રહેશે , ગોંડલ ત્રણ દિવસ બંધ રહેશે
મહુવા યાર્ડો નવી આવકો રવિવારે સાંજે શરૂ કરવાની જાહેરાત કરી છે. હળવદમાં આજે હરાજી અટકતાં નવી આવકો બંધ કરી છે.
હળવદમાં ૧૪ હજાર ગુણીની આવક હતી, પરંતુ વેપારો એકથી બે હજાર ગુણીનાં થયા ત્યાં ભાવ નીચામાં રૂ.૬૯૦૦થી ૯૫૦ જ બોલાતાં ખેડૂતોએ વિરોધ કરતાં હરાજી બંધ રહી હતી.
ગોંડલમાં ૨૮ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ જીણીમાં રૂ.૬૦૦ થી ૧૦૦૦ અને જાડીમાં રૂ.૬૦૦ થી ૧૧૦૦નાં ભાવ હતાં. ૬૬ નંબરમાં રૂ.૧૧૦૦ થી ૧૧૫૦ સુધીનાં ભાવ હતા.
રાજકોટમાં ૧૫ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ ટીજે ૩૭માં રૂ.૮૭૦થી ૯૮૦, ૨૪ નં. રોહીણી-મઠ્ઠડીમાં રૂ.૬૦૦ થી ૯૯૦, ૩૯ નંબર બોલ્ડમા રૂ.૮૫૦થી ૯૮૦, જી-૨૦માં રૂ.૬૫૦થી ૧૦૮૦ અને ૬૬ નંબરમાં રૂ.૬૫૦થી ૧૧૭૦નાં ભાવ હતાં. ૯૯ નંબરમાં રૂ.૬૦૦થી ૯૭૦નાં ભાવ હતાં.
મહુવામાં ૪૪ હજાર ગુણીની આવકથઈ હતીઅને ૧૪ હજાર ગુણીનાં વેપાર થયાં હતાં. ભાવ રૂ.૬૯૧૦થી ૧૧૫ર૨ નાં હતાં. ઉત્તર ગુજરાતમાં ડીસામાં ૪૯ હજાર ગુણીની આવક હતી.
હિમતનગરમાં રપ હજાર ગુણીની આવક હતી અને ૧૦ હજાર ગુણી પેર્ન્ડિંગ પડી છે ભાવ રૂ.૯૫૦થી ૧૩૨૭નાં હતાં. પાલનપુરમાં રપ હજાર ગુણી, પાથાવાડમાં રપ હજાર ગુણી, ઈડરમાં ૧૪ હજાર ગુણીની આવક હતી.