
ડુંગળીમાં વધી રહેલી તેજી સામે નાફેડ પાસે પણ હવે ડુંગળીનો સ્ટોક ખાલી થઈ રહ્યો છે. નાફેડ પાસે રપ હજાર ટન ડુંગળી સ્ટોકમાં પડી છે અને આ ડુંગળી નવેમ્બરનાં પહેલા સપ્તાહસુધીમાં બજારમાં આવશે તેમ નાફેડે જણાવ્યું હતું.
નાફેડનાં મેનેજિંગ ડિરેક્ટર સંજિવ કુમાર ચઢ્ઢાએ જણાવ્યું હતું કે નાફેડે કુલ એક લાખ ટન ડુંગળીની ખરીદી કરી હતી, જેમાંથી ૪પ હજાર ટન ડુંગળી બજારમાં ઠલવાય છે અને કેટલીક ડુંગળી બગડી ગયા બાદ હવે ૨પ હજાર ટન ડુંગળીનો સ્ટોક પડ્યો છે જે નવેમ્બરનાં પહેલા સપ્તાહ સુધીમાં ખુલ્લા બજારમાં ઠલવવામાં આવશે.
નાફેડ(NAFED) દ્વારા ખુલ્લા બજારમાં ડુંગળી ઠલવવાની સાથે રાજ્યોને પણ રૂ.૨૬ પ્રતિ કિલોનાં ભાવથી ઓફર કરવામાં આવી રહી છે. જેમાં દ્રન્સપોર્ટશન ચાર્જ જે-તે રાજ્યોએ ભોગવવાનો રહે છે.