મધ્યપ્રદેશની મંડીઓ ખુલી જતા લસણમાં તેજીને બ્રેક લાગી

Agriculture in India the opening of Madhya Pradesh markets, the rise in garlic crop took a break

લસણ બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. મધ્યપ્રદેશની મંડીઓ હવે ખુલી ગઈ હોવાથી ત્યાં લસણની આવકો સારી માત્રામાં થઈ રહી છે. 

બીજી તરફ હજી બિયારણની ઘરાકી જોઈએ એવી આવતી નથી, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે. સારી ક્વોલિટીમાં ભાવ સારા છે. રાજકોટમાં આજે એક વકલમાં ઊંચામાં રૂ.૧૮૧૫નાં ભાવ પ્રતિ મણનાં બોલાયાં હતાં.

રાજકોટમાં ઊંચામાં બિયારણ ક્વોલિટીમાં મણનાં રૂ.૧૮૦૦નાં ભાવ બોલાયાં

રાજકોટમાં લસણની કુલ ૮૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ મુંડામાં રૂ.૯૦૦થી ૧૧૦૦, મિડીયમમાં રૂ.૧૨૦૦થી ૧૪૦૦, રાશબંધમાં રૂ.૧૪૦૦થી ૧૫૦૦ અને સારામાં રૂ.૧૫૦૦થી ૧૮૦૦ સુધીનાં ભાવ હતાં.

ગોંડલમાં લસણની ૧૫૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૧૦૩૦થી ૧૫૦૦નાં ભાવ હતાં.

ઈન્દોરમાં લલણની ૧૦ હજાર ગુણીની આવક હતી અને ભાવ મિડીયમમાં રૂ.૪પ થી પપ, લાડુમાં રૂ.૬૫પ થી ૭૫, ફુલ ગોલામાં રૂ.૮૦ થી ૮પ અને સારામાં રૂ.૯૦ થી ૧૦૫નાં ભાવ હતાં. 

હાલ ૫૦ ટકા માલો મિડીયમ ક્વોલિટીના જ આવી રહ્યાં છે. જેને પગલે બજારમાં સારા માલમાં મજબૂતાઈ છે. દલોદા ૪ હજાર ગુણી પીપલીયા ૧૦ હજાર ગુણીની આવક થઈ હતી.

કોટા ભામાશા મંડીમાં ૧૧ થી ૧૨ હજાર ગુણીની આવક હતી, જ્યારે કોટા સબ્જી મંડીમાં પ થી ૬ હજાર ગુણીની આવક થઈ હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું