મગફળીમાં ઝડપી તેજીનો રેકોર્ડ તુટી રહ્યો છે અને ભાવ ઝડપથી આગળ વધી રહ્યાં છે. સાઉથવાળાની બિયારણમાં જોરદાર લેવાલીને પગલે અમુક જાતમાં શનિવારે ભાવ રૂ.૧૪૩૬ સુધીનાં ઊંચા બોલાયા હતો, જોકે આને બજાર ન કહી શકાય, પંરતુ સરેરાશ ભાવમાં રૂ.૨૦થી ૩૦નો વધારો જોવા મળ્યો હતો.
મગફળીની આવકો શનીવારે પણ ર.૦૦ લાખ ગુણીની આસપાસ થઈ હોવાનો અંદાજ છે. આઠમ-નોમને કારણે શનિવારે રાજકોટ-હળવદ, ડીસા-પાથાવાડા સહિતનાં અમુક પીઠામાં મગફળીની હરાજી બંધ હતી.
ગોંડલ-રાજકોટમાં રવિવારે નવી આવકો શરૂ કરી હતી, જે કેટલી થાય છેતેનાં ઉપર બજારનોઆધાર રહેલો છે.
મગફળીમાં ઊંચા ભાવ વચ્ચે આજથી સરકારી ખરીદીનો પ્રારંભ થશે
જામનગરમાં શનિવારે ૬૬ નંબર અને ૯ નંબરની મગફળીમાં તામિલનાડુના બિયારણવાળાએ રૂ.૧૪૩૬માં વેપારો કર્યા હતાં. દશેક વેપારીઓ હાલ જામનગરમાં ધામા નાખ્યાં છે અને સારી ક્વોલિટીની મગફળી જે ભાવથી મળે એ ભાવથી લેવાનાં મૂડમાં છે.
ગોંડલમાં શનિવારે ૮ હજાર ગુણીનાં વેપાર થયા હતા અને સ્ટોક નિલ થયો હતો. ભાવ જીણીમાં૮૦૦થી ૧૦૫૦નાં સુધીનાં પિલાણવાળાની લેવાલીને પગલે હતા. જ્યારે મઠ્ઠડીમાં રૂ.૧૦૭૫નાં ભાવ હતાં. જાડીમાં રૂ.૯૦૦થી ૧૦૭૫નાં ભાવ હતાં. ૬૬ નંબરમાં રૂ.૧૧૫૦નાં ભાવ હતાં.
રાજકોટમાં ૨૦ હજાર ગુણી પેન્ડિંગ હતી, જેમાંથી ૨૦ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ ટીજે ૩૭માં રૂ.૮૭૦થી ૧૦૦૦, ર૪ નં.રોહીણી-મઠ્ઠડીમાં રૂ.૬૦૦થી ૧૦૮૦, ૩૯ નંબર બોલ્ડમા રૂ.૮૫૦થી ૧૦૧૦, જી-ર૦માં રૂ.૬૯૭૦થી ૧૦૬૪ અને ૬૬ નંબરમાં રૂ.૬૫૦થી ૧૨૦૦નાં ભાવ હતાં. ૯૯ નંબરમાં રૂ.૬૯૦૦થી ૯૯૦નાં ભાવ હતાં.
મહુવામાં શનિવારે નવી આવકો નહોંતી. મગડીમાં રૂ.૯૪૫થઈ ૧ર૬ર, જી-પમાં રૂ.૮૭૫થઈ ૧૨૬૧, જી-ર૦માં રૂ.૯૩૫થી ૧૧૬૫નાં ભાવ હતાં.
ઉત્તર ગુજરાતમાં હિંમતનગરમાં ૧૪ હજાર ગુણી,પાલનપુરમાં ૩૦ હજાર ગુણી અને ઈડરમાં ૭ હજાર ગુણી પેન્ડિંગ હતા તેમાંથી વેપાર હતાં.