
ગુજરાતમાં આજે નવા કપાસની આવક ઘટીને ૩૪હજાર મણ રહી હતી જેની સામે જુના કપાસની આવક આજે ઘટીને ૧૨ હજાર મણ જ રહી હતી.
આજે નવા કપાસની આવક રાજકોટમાં ૩૫૦૦ મણ ( રૂ.૭૫૦ થી ૯૯૧), બોટાદમાં ૫૦૦૦ મણ ( રૂ.૭૫૦-૧૦૦૦), હળવદમાં ૧૫૦૦૦ મણ (રૂ.૮૦૦-૧૦૦૦), જસદણમાં ૪૦૦૦ મણ (રૂ.૭૦૦-૯૫૦), જામજોધપુરમાં ૪૦૦ મણ (રૂ.૬૦૦-૯૬૦), બાબરામાં ૩૫૦૦ મણ(રૂ.૬૮૦-૯૯૦), મોરબીમાં ૧૦૦૦ મણ (રૂ.૭૦૦-૯૬૧), તળાજામાં ૧૨૦૦ મણ (રૂ.૫૫૦-૮૫૦) ની આવક હતી.
નવા કપાસની આવક આજે ઘટીને ૩૪ હજાર મણની હતી જે ગઇકાલે ૬૦ હજાર મણની હતી. ગાંધીજયંતિને કારણે કેટલાંક માર્કેટયાર્ડ બંધ હોઇ આજે કપાસની આવક ઘટી હતી.
જ્યારે જુના કપાસની આવક આજે રાજકોટમાં ૫૫૦૦ મણ (રૂ.૮૫૦-૧૦૦૨), જસદણમાં ૪૫૦૦ મણ (રૂ।.૭૫૦-૧૦૨૪), જામજોધપુરમાં ૧૬૦૦ મણ (રૂ.૮૪૦-૯૯૦),ની આવક હતી.
જુના કપાસની આવક આજે ૧૨ હજાર મણની હતી જે ગઇકાલે ૧૯ થી ૨૦ હજાર મણની હતી.