
ડુંગળીની બજારમાં ઊંચી સપાટીથી ભાવ ઘટવા લાગ્યાં છે. દક્ષિણ ભારતમાં નવી ડુંગળીની આવકો થોડી વધતા અને સરકાર દ્દારા દરમિયાનગિરી વધી શકે છે.
આગામી દિવસોમાં સરકાર નાફેડ પાસે પડેલી એક લાખ ટન ડુંગળીમાંથી વેચવાલી વધારે તેવી પણ સંભાવનાં છે.
હાલ નાફેડ થોડી-થોડી ડુંગળીનું વેચાણ કરી રહી છે, જેને પગલે પણ સરેરાશ ડુંગળીની બજારમાં ઘટાડો થઈ શકે છે.
મહુવામાં લાલ ડુંગળીની ૭ હજાર થેલાની આવક સામે ભાવ રૂ.૧૫૦થી ૬૩૦નાં હતાં. જ્યારે પીળી પત્તીમાં રૂ.૧૦૦થી ૩ર૨રપનાં ભાવ હતાં.
સફેદમાં ૨૫૦ થેલા સામે ભાવ રૂ.૩૩૦થી ૧૨૧૮ સુધી બોલાયાં હતાં. સફેદમાં સુપર ક્વોલિટીનાં એક-બે વકલમાં જબજારો વધી છે.
ડુંગળીનાં વેપારીઓ કહે છે કે ટૂંકાગાળા માટે બજારો નીચા રહેશે, પરતુ આગળ ઉપર ભાવ ફરી વધી શકે છે.
દક્ષિણ ભારત માં આવકો વધી છે, પરંતુ ગત વર્ષની તુલનાએ ૨૦ ટકા પણ હાલ આવકો આવતી નથી. પાક નિષ્ફળ છે અને નવી આવકોને હજી વાર છે.