ગુજરાતમાં ગાંધી જયંતિની રજાને કારણે ગોંડલ સહિતનાં મોટા પીઠાઓ બંધ હોવાથી મગફળીની આવકો આજ માત્ર ૩૦ હજાર ગુણી આસપાસની થઈ હતી, જેમાં સૌથી વધુ આવકો હળવદમાં થઈ હતી. રાજકોટમાં પણ આજે આજે ૧૩ હજાર ગુણી પેન્ડિંગ હતી, તેનાં વેપારો થયા હતાં.
હળવદમાં ૧૩૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ કોકાકોલામાં રૂ.૭૫૦ થી ૮રપ અને સારામાં રૂ.૯૦૦ થી ૯રપનાં ભાવ હતાં.
સીંગદાણાની બજારમાં ટૂંકાગાળા માટે સરેરાશ ભાવ અથડાયા કરશે
રાજકોટમાં ૧૩ હજાર ગુણી પેર્ન્ડિંગ હતી, તેનાં વેપાર થયાં હતા. ભાવ ટીજે ૩૭માં રૂ.૭૫૦ થી ૯૫૦નાં ભાવ હતાં. ર૪ નંબર રોહીણીમા રૂ.૮૦૦થી ૯૪૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૮૦ અને ૬૬ નંબરમાં રૂ.૭૭૦થી ૯૮૦નાં ભાવ હતાં.
કોડીનારમાં આજે ૨૪૦૦ ગુણીની આવક હતી અને ભાવ જીણીમાં રૂ.૫૯રથી ૧૦૫૨નાં હતાં. જ્યારે જાડીમાં રૂ.૮૦૧ સુધીનાં ભાવ હતા.
ઈડરમાં ૫૫૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૮૦થી ૧૧૫૪નાં હતાં. જસદણમાં ૪ હજાર ગુણીની આવક હતીઅને ભાવ રૂ.૫૭૫થી ૧૦૦૫ સુધીનાં ભાવ હતાં.
જામજોધપૂરમાં ૩૬૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૬૫૦થી ૯૧૦નાં હતાં.