
ગુજરાતમાં આજે નવા કપાસની આવક વધીને ૬૦ હજાર મણે પહોંચી હતી જેની સામે જુના કપાસની આવક આજે ઘટીને ૧૯ હજાર મણ જ રહી હતી.
આજે નવા કપાસની આવક રાજકોટમાં ૩૦૦૦ મણ ( રૂ.૬૫૦ થી ૯૬૦), બોટાદમાં ૧૮૦૦૦ મણ ( રૂ.૭૫૦-૧૦૧૦), હળવદમાં ૧૨૦૦૦ મણ (રૂ.૮૦૦-૧૦૦૦), અમરેલીમાં ૬૦૦૦ મણ (રૂ.૮૦૦-૯૮૦), સાવરકુંડલામાં ૫૦૦૦ મણ (રૂ.૭૫૦-૯૨૫), જસદણમાં ૪૦૦૦ મણ (રૂ.૭૦૦-૯૫૦), જામજોધપુરમાં ૩૦૦ મણ (રૂ.૫૦૦-૮૨૫), બાબરામાં ૩૫૦૦ મણ (રૂ.૬૧૦- ૯૯૫), વાંકાનેરમાં ૩૦૦૦ મણ (રૂ.૭૦૦-૧૦૦૦), મોરબીમાં ૧૦૦ મણ (રૂ.૭૦૦-૯૫૧), તળાજામાં ૧૦૦૦ મણ (રૂ.૫૦૦-૮૫૦) અને રાજુલામાં ૮૪૦ મણ (રૂ.૬૦૦-૧૦૩૫) તથા
ઉત્તર ગુજરાતમાં વિજાપુરમાં ૨૫૦૦ મણ (રૂ.૭૫૦-૯૦૦)ની આવક હતી. આમ, નવા કપાસની આવક આજે વધીને ૬૦ હજાર મણની હતી જે ગઇકાલે ૩૩ થી ૩૪ હજાર મણની જ હતી.
જ્યારે જુના કપાસની આવક આજે રાજકોટમાં ૬૫૦૦ મણ (રૂ.૮૨૫-૧૦૦૦), બોટાદમાં ૧૦૦૦ મણ (૭૫૦-૧૦૧૦), અમરેલીમાં ૪૦૦૦ મણ (રૂ।.૮૦૦-૧૦૨૦), સાવરકુંડલામાં ૨૦૦૦ મણ (ફરૂ.૮૦૦-૧૦૨૦), જસદણમાં ૩૦૦૦ મણ (રૂ।.૯૦૦-૧૦૦૦), જામજોધપુરમાં ૧૫૦૦ મણ (રૂ।.૮૪૦-૯૯૫), ગોડલમાં ૧૦૦૦ મણ (રૂ।.૭૦૦-૧૦૨૦) હતા.
આમ, જુના કપાસની આવક આજે ૧૯ થી ૨૦ હજાર મણની હતી જે ગઇકાલે ૩૦ થી ૩૧ હજાર મણની હતી.