
ગુજરાતમાં આજે નવા કપાસની આવક વધીને ૧. ૭૫ થી ૧.૮૦ લાખ મણ નજીક પહોંચી હતી.
બોટાદમાં નવા કપાસની ૪૫ થી ૫૦ હજાર મણ અને હળવદ આજે નવા કપાસની આવક ૩૦ થી ૩૫ હજાર મણ થઇ હતી. નવા કપાસમાં હવાનું પ્રમાણ ઘટવાને કારણે આજે મણે રૂ।.૩૦ થી ૪૦ સુધર્યા હતા.
આજે નવા કપાસની આવક રાજકોટમાં ૮૦૦૦ મણ ( રૂ.૭૫૦ થી ૧૦૧૫), બોટાદમાં ૪પ હજાર મણ ( રૂ.૭૫૦-૧૦૧૦), હળવદમાં ૩૨ હજાર મણ (રૂ.૭૨૫-૯૫૦), અમરેલીમાં ૧૫ હજાર મણ (રૂ.૯૦૦-૧૦૨૫), સાવરકુંડલામાં ૬ હજાર મણ (રૂ.૮૭૫-૧૦૨૫), જસદણમાં ૧ર હજાર મણ (રૂ.૮૫૦-૧૦૧૦), જામજોધપુરમાં ૨૫૦૦ મણ (રૂ।.૯૪૦-૧૦૧૧), ગોંડલમાં ૪૨૦૦ મણ (રૂ.૯૦૦-૧૦૩૦), બાબરામાં ૧૦ હજાર મણ (રૂ.૮૩૦-૧૦૩૦), વાંકાનેરમાં ૮૫૦૦ ગુણી (રૂ.૮૦૦-૧૦૧૩),મોરબીમાં ૨૫૦૦ મણ (રૂ.૯૦૦-૯૮૫), તળાજામાં ૩૦૦૦ મણ (રૂ.૮૦૦-૧૦૪૦) ,ગઢડામાં ૭૦૦૦ મણ (રૂ.૮૫૦-૧૦૫૧),રાજૂલામાં ૩૫૦૦ મણ (રૂ.૬૨૦-૧૦૩૫), ઢસામાં ૭ હજાર (રૂ.૮૫૦-૧૦૩૧) અતે વિજાપુરમાં ૪ હજાર મણ (રૂ।.૯૫૦-૧૦૦૦) ની આવક હતી.
નવા કપાસની આવક આજે વધીને ૧.૭૫ થી ૧.૮૦ લાખ મણની હતી જે શનિવારે ૧.૫૦ લાખ મણની હતી.
જ્યારે જુના કપાસની આવક આજે રાજકોટમાં ૭૦૦૦ મણ (રૂ.૭૫૦-૯૮૦), અમરેલીમાં ૪૦૦૦ મણ( રૂ.૮૦૦-૯૭૫), જામજોધપુરમાં ૮૦૦ મણ (રૂ.૭૦૦-૯૮૦), અને ગોંડલમાં ૮૦૦ મણ (રૂ.૯૦૦-૧૦૩૦)ની આવક હતી.
જુના કપાસની આવક આજે ૧૨ થી ૧૩ હજાર મણની હતી જે શનિવારે ૧૪ થી ૧૫ હજાર મણની હતી.