મગફળીની વિક્રમી આવક છતા ખરીદીથી ભાવમાં મજબૂતાઈ નો માહોલ

Agriculture in Gujarat in atmosphere of strength in the purchase of peanut crop price despite the record of peanuts crop income

ગુજરાતમાં મગફળીની જે વિક્રમી ૩.૨૫ લાખ ગુણી જેવી આવકો થઈ હોવા છત્તા ભાવમાં સરેરાશ સારી ક્વોલિટીમાં રૂ.૧૦થી ૧૫નો સુધારો થયો હતો. 

મગફળીમાં હાલ પિલાણ અને દાણાવાળા બંનેની સારી માંગ છે. સીંગદાણાનાં ભાવમાં પણ ટને રૂ.૫૦૦થી ૧૦૦૦નો વધારો થયો હતો. 

બીજી તરફ સાઉથનાં પણ બિયારણવાળાની હાલ માંગ સારી હોવાથી તેમાં પણ પુષ્કળ લેવાલી છે.

ગોંડલનાં એક બ્રોકરે જણાવ્યું હતું કે હાલ ઓરિસ્સાવાળા બિયારણ માટે લેવાલ છે અને ૬૬ નંબરની ક્વોલિટીમાં રૂ.૧૧૦૦ અને ઊંચામાં રૂ.૧૨૦૦ સુધીમાં ખપી રહી છે. સાઉથમાં શિયાળુ વાવેતર થત્તા હોયછે અને તેની માંગ સારી હોવાથી ટેકો મળી રહ્યો છે.

સાઉથમાં બિયારણવાળાની ખરીદીને પગલે સારા માલમાં રૂ.૧૦ થી ૧૫નો સુધારો

મગફળીની આવકો ગોંડલમાં રવિવારે આવકો કરતાં ૧ થી ૧.૧૦ લાખ ગુણી વચ્ચે આવક હતી અને જેમાંથી સોમવારે ૩૨ હજાર ગુણીનાં વેપાર હતાં અને બાકીની હજી પેન્ડિંગ પડી છે. ભાવ જીણીમાં રૂ.૮૦૦ થી ૧૦૬૧ અને જાડીમાં રૂ.૬૦૦ થી ૧૦૭૧ સુધીનાં ભાવ હતાં.

રાજકોટમાં સોમવારે નવી આવકો નહોંતી, પરંતુ નવી આવકો મંગળવારે રાત્રે ખોલવામા આવશે. સોમવારે ૧૫ હજાર ગુણીનાં વેપાર હતા અને હજી ૩૭ હજાર ગુણી માલ પેન્ડિંગ પડ્યો છે. 

ભાવ ટીજે ૩૭માં રૂ.૮૫૦ થી ૯૭૦, ર૨૪ નં.રોહીણીમાં રૂ.૮૮૦ થી ૧૦૦૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૭૫૦ થી ૯૫૦, જી-ર૦માં રૂ.૯૫૦ થી ૧૦૩૫, ૬૬ નંબરમાં  રૂ.૭૫૦ થી ૧૦૦૦નાં ભાવ હતાં. એક એન્ટ્રી રૂ.૧૦૫૦માં પણ હતી.

હળવદમાં ૧૪ હજાર ગુણીની આવક હતી અને ભાવ કોકાકોલામાં રૂ.૮૭૦ થી ૯૦૦ અને સારામાં રૂ.૬૫૦ થી ૧૦૦૦ સુધીનાં ભાવ હતાં.

મહુવામાં પણ ૧૫ હજાર ગુણી, તળાજામાં ૭ હજાર ગુણીની આવક હતી. ડીસામાં સોમવારે વિક્રમી ૫૦ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૮૫૧થી ૧૦૯૦નાં ભાવ હતાં. 

હિંમતનગરમાં રર હજાર ગુણી ઉપરની આવક હતી, ઈડરમાં ૧૧ હજાર ગુણી, પાલનપુરમાં ૧૫૦૦૦ ગુણીની આવક હતી. પાથાવાડામાં ૧૨૦૦૦ ગુણીની આવક હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું