મગફળીનાં ભાવ રૂ.૯૭૦થી રૂ.૧૦૭૫ રહેવાની આણંદ કૃષિ યુનિવર્સિટી ની આગાહી

Agriculture in Gujarat Anand Agricultural University forecasts peanut crop price of groundnut crop price to be Rs.970 to Rs.1075

ભારતમાં વર્ષ ૨૦૧૯-૨૦ મગફળીનો વાવેતર વિસ્તાર ૫૩ લાખ હેક્ટર નોંધાયેલ અને ઉત્પાદનઅંદાજે ૯૩.૪૭ લાખ ટન થયેલ છે જે ગત વર્ષ ૨૦૧૮-૧૯માં ૬૭.૨૩ લાખ ટન હતું. નિકાસર૦૧૭-૧૮માં ૫.૦૪ લાખ ટનથી ઘટીને ૨૦૧૮-૧૯માં ૪.૮૯ લાખ ટન થઈ છે અને આયાત પણર૦૧૭-૨૦૧૮માં ૧.૭૨ હજાર ટનથી ઘટીને ૨૦૧૮-૨૦૧૯માં ૧.૦૭ હજાર ટન થઈ છે.

વર્ષ ૨૦૧૯-૨૦માં નાફેડે કુલ પ લાખ ટન મગફળીની ખરીદી કરી છે. જેમાં ગુજરાતમાંથી ૩.૭રલાખ ટન, રાજસ્થાન માંથી ૧,૪૪ લાખ ટન અને આંપ્રપ્રદેશમાંથી ૧૬,૬૦૦ ટન ટેકાના ભાવે(રૂ.૫૦૯૦ પ્રતિ ક્વિન્ટલ) ખરીદી કરી છે.



ગુજરાતમાં વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન મગફળીનો વાવેતર વિસ્તાર આશરે ૧૬.૬૩ લાખ હેક્ટરનોંધાયેલ (ત્રીજો આગોતરો અંદાજ, કૃષિ કલ્યાણ વિભાગ, ગાંધીનગર , ગુજરાત) જે ગત વર્ષર૦૧૮-૧૯માં ૧૫.૯૪ લાખ હેક્ટર રહેલ (સુધારેલ અંતિમ આગોતરો અંદાજ, કૃષિ કલ્યાણ વિભાગ,ગાંધીનગર , ગુજરાત) તેમજ ઉત્પાદન અંદાજે ૪૫.૮૭ લાખ ટન નોંધાયેલ, જે ગત વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૨.૦૩ લાખ ટન હતું.

 ભારત વિશ્વમાં પામતેલનો સૌથી મોટો આયાત કરનાર દેશ છે.જાન્યુઆરી, ૨૦૨૦ માં ભારતસરકારે રિફાઈન્ડ પામ ઓઇલની આયાત પર પ્રતિબંધ લાદ્યો હતો.

આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા મગફળીનાં ઐતિહાસિક ભાવનાં અભ્યાસનાં આધારે તારણ

રિફાઈન્ડ પામ ઓઈલને મુક્તવેપારની સ્થિતિથી "પ્રતિબંધિત સ્થિતિ” પર ખસેડવામાં આવ્યો છે જે સુચવે છે કે, ભારતીયઆયાતકારો ને રિફાઇન્ડ પામ ઓઇલની આયાત કરવા માટ ફરજિયાત લાઇસન્સની જરૂર રહેશે.આ પ્રતિબંધોની ભારતમાં મગફળીની માંગ પર સકારાત્મક અસર પડશે.

ગુજરાતમાં મગફળીનો ભાવ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૧૭માં રૂ.9૫૦ પ્રતિ મણથી વધીને ઓક્ટોબર-નવેમ્બર ૨૦૧૮માં રૂ.૮૫૫ પ્રતિ મણ થયેલ અને ત્યારબાદ ફરીથી વધીને ઓક્ટોબર-નવેમ્બરર૦૧૯માં રૂ.૯૭૧ પ્રતિ મણ થયો હતો. 

હાલ જુલાઈ-૨૦૨૦ દરમ્યાન મગફળીનો ભાવ ગુજરાતની બજારોમાં રૂ.૧૧૧૮ પ્રતિ મણ છે.



ઉપરોક્ત ઉત્પાદન, આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ અને સ્થાનિક બજારોની વિગતોને ધ્યાનમાં લઈનેસેન્ટરઓફ એગ્રીકલ્ચરલ માકેટીંગ ઈન્ટલીજન્સ નાહેપ-કાસ્ટ પ્રોજેક્ટ, આણંદ કૃષિ યુનિવર્સિટી,આણંદ ખાતે સંશોધન હાથ ધરવામાં આવેલ છે. 

જેમાં રાજકોટ માર્કેટ યાર્ડનાં મગફળીના ગત વર્ષોનામાસિક ભાવોનુ વિશ્લેષણ કરેલ છે જેના તારણ પરથી અનુમાન છે કે મગફળીનો ભાવ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૦માં રૂ.૯૭૦ થી રૂ.૧૦૭૫ પ્રતિ મણ (રૂ.૪૮૫૦ થી રૂ. ૫૩૭૫ પ્રતિ ક્વિન્ટલ)રહેવાની સંભાવના છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું