
સૌરાષ્ટ્ર-ગુજરાતનાં યાર્ડ મગફળીની આવકોથી આજે છલકાય ગયા હતા. ખાસ કરીને ગોંડલમાં આજે ૮૦ હજાર ગુણીની આવક થત્તા રાજ્યની કુલ આવકો બે લાખ ગુણી ઉપર પહોંચી ગઈ છે.
જોકે આવકો વધવા છત્તા સુકો માલ વધારે આવ્યો હોવાથી દાણાવાળાની સારી માંગ છે, જેને પગલે સારા માલમાં ભાવ રૂ.૧૦થી ૨૦ સુધીનાં વધ્યાં હતાં. ખેડૂતો સરકારની ખરીદીમાં પડવા ન માંગ હોવાનાં સંકેતરૂપે પણ આજે આટલી આવક થઈ હોવાની વાત વેપારીઓ કરી રહ્યાં છે.
ગોંડલમાં આજે ૮૦ હજાર ગુણીની આવક હતી અને ૩૩ હજાર ગુણીનાં વેપાર હતા. હવે ત્રણ દિવસ નવી આવકો બંધ કરી છે. ભાવ જીણી-જાડીમાં રૂ.૭૫૦થી ૧૦૫૦ સુધીનાં ભાવ હતાં.
સુકો માલ આવતા દાણાવાળાની મોટી માંગથી મણે ૨.૧૦થી ર૫ સુધીનો સુધારો
૮ થી ૧૦ ટકા હવાવાળા આશરે ૭૦ ટકા ઉપર માલ આવ્યાં હતાં. હવે ૧૫ ટકા ઉપર હવા હોય તેવા ૧૦થી ૧૫ ટકાજ માલ આવે છે. સૌરાષ્ટ્રમાં પૂનમથી મોટા ભાગનાં કારખાના ચાલુ થઈ ગયા હોવાથી તેની માગં વધી છે.
રાજકોટમાં ૧૧ હજાર ગુણીનાં વેપાર હતા. નવી આવકો સોમવારે રાત્રે શરૂ કરી છે, પરિણામે આજની આવક ઉપર મદાર છે. ભાવ ટીજે૩૭માં રૂ.૮૦૦થી ૯૪૦, ર૪ નંબર રોહીણીમાં રૂ.૮૫૦થી ૯૬૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૭૮૦થી ૯૪૦, જી-૨૦માં રૂ.૮૫૦થી ૧૦૨૦, ૬૬ નંબરમાં રૂ.૮૦૦થી ૯૫૦નાં ભાવ હતાં.
હળવદમાં ૧૪ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૮૫૦થી ૯૦૦નાં હતાં. હિંમતનગરમાં ૨૦ હજાર ગુણી ઉપરની આવક હતી અને ભાવ રૂ.૧૦૦૦થી ૧૧૭૦નાં હતાં.
ડીસામાં ૩૫ હજાર ગુણી, ઈડરમાં ૧૦ હજાર ગુણી, પાલનપુરમાં ૩૫૦૦ ગુણીની આવક હતી. ભાવ ઊંચામાં રૂ.૧૧૦૦થી ૧૧૫૦નાં હતાં.