
ખેડૂતોની મજબૂત પકક્ડથી છેલ્લા બે દિવસથી કપાસના ભાવ ઘટતાં અટકી ગયા છે અને આજે પણ સારી કવોલીટીમાં મણે રૂ।.૧૦ વધ્યા હતા.
દેશમાં આજે કપાસની આવક આજે વધીને ૧.૪૫ થી ૧.૫૦ લાખ ગાંસડીની થઇ હતી. નોર્થમાં ગુરૂવારે આવક થોડી ઘટી હતી કારણ કે ભાવ વધતાં અટકી જતાં ખેડૂતોની વેચવાલી અટકી હતી. નોર્થમાં આવક ૫૩ થી પપ હજાર ગાંસડી જ હતી જો કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્ર,તેલંગાનામાં આવક વધી હતી. સાઉથના રાજ્યોનામાં રૂની આવક ગુરૂવારે ર૪ થી ૨૫ હજાર ગાંસડીની હતી.
ગુજરાતમાં આજે નવા કપાસની આવક લોકલ ઘટી હતી પણ મહારાષ્ટ્રની આવક વધીને કડીમાં ૨૦૦ ગાડી અને સૌરાષ્ટ્રમાં ૩૦ થી ૪૦ ગાડીની રહી હતી આ ઉપરાંત વિજાપુર, સુરેન્દ્રનગર અને મેઇન લાઈનમાં પણ મહારાષ્ટ્રના કપાસની આવક વધી હતી.
ગુજરાતમાં ઓવરઓલ કપાસની આવક છ લાખ મણ આસપાસ રહી હતી. સૌરાષ્ટ્રમાં કપાસની આવક ગુરૂવારે ઘટીને ૧.૪૦ થી ૧.૪૫ લાખ મણની જ રહી હતી.
નવા કપાસમાં એવરેજ ભાવ નીચામાં ભાવ રૂ.૯૦૦-૯૫૦ અને ઊંચામાં રૂ.૧૦૬૦ થી ૧૦૮૫ હતા. નવા કપાસમાં આજે ભાવ જળવાયેલા હતા પણ એકદમ સારી કવોલીટીમાં મણે રૂ.૧૦ સુધર્યા હતા. જૂના કપાસની આવક આજે ૧૦ હજાર મણની હતી જેમાં જુના કપાસના ભાવ પણ આજે ટકેલા હતા.
જીનપહોંચ નવા કપાસમાં ભાવ ગુરૂવારે ટકેલા હતા. નવા કપાસ ૧૫ થી ૧૭ ટકા હવાવાળા કપાસના જીનપહોંચ ફરૂ.૧૦૭૦-૧૦૭૫ થયા હતા અને મિડિયમ કપાસના ભાવ આજે રૂ।.૧૦૪૦ થી ૧૦૫૦ સુધી બોલાતા હતા અને ૩૦ થી ૪૦ ટકા હવાવાળા કપાસના રૂ.૧૦૦૦ થી ૧૦૧૦ ભાવ થયા હતા.
જુના સુપર કપાસના જીનપહોંચ રૂ.૯૫૫-૯૮૫ ભાવ હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના નવા કપાસના ઊંચામાં રૂ.૧૫ સુધરીને રૂ।.૧૦૨૫-૧૦૫૦ હતા તેમજ મેઈન લાઇનના કપાસના રૂ.૧૦૬૦ થી ૧૦૭૫ના ભાવ હતા.
સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા હવે સૂકા કપાસ મોટેભાગે સ્ટોકમાં જવા લાગ્યા હોઇ જીનપહોંચ અને ગામડે બેઠા વેપારો બહુ જ ઘટી ગયા છે.
ગામડે બેઠા ગુરૂવારે ઊંચામાં રૂ.૧૦૫૦ થી ૧૦૫૫ સુધી સોદા પડયા હતા. કડીમાં આજે બધુ મળીને ૫૫૦ થી ૬૦૦ ગાડીની આવક હતી જેમાં મહારાષ્ટ્રની ૨૦૦ ગાડી અને ભાવ રૂ. ૫-૬ ઘટીને રૂ।.૯૭૦ થી ૧૦૪૦, મેઇન લાઈનના ૬૦ સાધનો અને ભાવ રૂ.૧૦૦૦ થી ૧૦૪૦ અને કાઠિયાવાડની ૧૭૫ થી ૨૦૦ ગાડી અને ભાવ રૂ.૧૦૮૦ થી ૧૦૮૫ બોલાયા હતા.