
મગફળીની બજારમાં લગાતાર ત્રણ-ચાર દિવસ ઘટાડો થયા બાદ સરેરાશ આજે સ્થિરતા આવી હતી. ગોંડલ, હિંમતનગર સહિતના કેટલાક મોટા પીઠાઓ આજે ઇદે-મિલાદને કારણે બંધ હતાં.
શનિવારે પણ સરદાર પટેલ જયંતિને કારણે અનેક પીઠાઓ બંધ રહેવાનાં છે અને રવિવારની રજા છે. રાજકોટ યાર્ડ ચાલુ હતી અને ત્યાં સરેરાશ બજારો સ્ટેબલ હતા.
જામનગરમાં પણ ખાસ કોઈ મોટા ફેરફાર થયા નહોંતાં, પંરતુ આજે રૂ.૧૪૦૦ કે તેનાંથી ઉપરની કોઈ એન્ટ્રી નહોંતી અને અન્નાની તેજી ગાયબ થઈ ગઈ હતી.
સોમવારથી મગફળીની વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર
રાજકોટમાં મગફળીનાં ૧૪ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ ટીજે ૩૭માં રૂ.૮૭૦થી ૯૫૦, ૨૪ નં. રોહીણી-મઠ્ઠડીમાં રૂ.૬૮૦૦થી ૯૮૦, ૩૯ નંબર બોલ્ડમા રૂ.૮૫૦થી ૯૬૦, જુ-૨૦માં રૂ.૬૯૪૦થી ૧૦૭૦ અને ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૧૦૦નાં ભાવ હતાં. ૯૯ નંબરમાં રૂ.૯૦૦થી ૯પપનાં ભાવ હતાં.
જામનગરમાં આજે જીણી મગફળીમાં રૂ.૬૯૦૦થી ૧૩૯૦ અને જાડીમાં રૂ.૮૦૦થી ૧૦૦૦નાં ભાવ હતાં.
મહુવામાં ૧૧ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. મગડીમાં રૂ.૬૨૫થી ૧૧૪૨, જી-પ માં રૂ.૬૩પથી ૧૧૩૭, જી-ર૦માં રૂ.૬૦૮થી ૧૦૮૬નાં ભાવ હતાં.
ઉત્તર ગુજરાતમાં હિંમતનગર, ઈડર આજે બંધ રહ્યાં હતાં. ડીસામાં ૪૭ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૮૮૦થી ૧૧૨૧નાં હતાં. જ્યારે પાલનપુર અને પાથાવાડામાં ૩૦-૩૦ હજાર ગુણીની આવક થઈ હતી.
સીંગદાણાની બજારમાં સરેરાશ ભાવ નરમ રહયાં હતાં. સીંગદાણાની બજારમાં હાલ ઊંચા ભાવથી વેપારો ઓછા છે અને અગાઉ થયેલા વેપારોમાં પણ નિકાસકારો કે વેચનારને મોટી નુકસાની હજી સહન કરવી પડી રહી છે. મગફળીનાં ભાવહજી ઘટે તો નિકાસકારોને ઓછી નુક્સાની જશે, નહીંતર મોટી નુકસાનની સંભાવનાં છે.
સીંગદાણાની બજારમાં હાલ નાણાકીય ભીડ પણ વધારે છે, જેને પગલે જૂના પેમેન્ટ કોઈને છૂટતા નથી અને નવા વેપારો કરવા માટે હાલ કોઈ તૈયાર નથી. બજારનો ટોન સરેરાશ હાલ મિશ્ર દેખાય રહ્યો છે.