
મગફળીમાં ઘટાડાનો દોર યથાવત રહ્યો છે, પંરતુ વેચવાલીમાં મોટો ઘટાડો થયો હોવાથી બજારને ટેકો મળી શકે છે. શુક્રવારથી રવિવાર સુધી ગોંડલ અને હિંમતનગર સહિતનાં કેટલાક પીઠાઓ ત્રણ દિવસ બંધ રહેવાના છે, જેને પગલે મગફળીની આવકનો અસર પહોંચી શકે છે.
મગફળીની બજારો બહુ ભાગી હોવાથી સતત ત્રીજા દિવસે પણ ભાવમં રૂ.૨૦થી રપનો ક્વોલિટી પ્રમાણે ઘટાડો હતો. ગોંડલમાં જાડીમાં રૂ.૧૦થી ૧૫ સુધર્યા હતાં.
નાફેડ દ્વારા મગફળીનું હાલ વેચાણ ચાલુ હોવાથી તેની અસરે પણ બજારમાં સેન્ટીમેન્ટ ખરડાયું હોવાની ચર્ચા છે, પંરતુ નાફેડે છેલ્લા બે-ત્રણ દિવસમાં એક હજાર ટન મગફળી પણ બજારમાં ઠલવી નથી.
મગફળીનાં ભાવ સરેરાશ મણે રૂ.૨૦ થી રપ ઘટ્યાં, પરંતુ અમુક સેન્ટરમાં જાડીમાં સુધારો
બજારમાં નવી મગફળી હવે નીચા ભાવથી મળથી હોવાથી અને અગાઉ મોટા પાયે નાફેડનો માલ વેચાણ થયો હોવાથી હાલ કોઈને નાફેડનો માલ લેવો નથી. મગફળીની હરાજી ગત સપ્તાહે બંધ થઈ એ પહેલા ૫૦ થી ૬૦ હજાર ટન માલ વેચાણ થયો હોવાનું બજાર સુત્રોએ જણાવ્યું હતું.
હળવદમાં ગઈકાલની પડેલી ૧૨ હજાર ગુણીનાં આજે વેપાર થઈ ગયાં હતા અને ભાવ નીચામાં રૂ.૮૫૦ થી ૯૦૦ અને સારા માલમાં રૂ.૯૦૦ થી ૯૩૦ સુધીનાં ભાવ હતાં.
ગોંડલમાં ૩૦ હજાર ગુણીનાં વેપાર થયા હતાં અને હવે ત્રણ દિવસ યાર્ડ બંધ રહેશે. ભાવ જીણીમાં રૂ.૮૦૦ થી ૧૦૦૦ અને જાડીમાં રૂ.૯૦૦થી ૧૧૦૦નાં ભાવ હતાં.
રાજકોટમાં ૧૧ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ ટીજે ૩૭માં રૂ.૮૭૦ થી ૯૬૦, ર૪ નં. રોહીણી-મઠ્ઠડીમાં રૂ.૬૮૦૦ થી ૧૦૦૦, ૩૯ નંબર બોલ્ડમા રૂ.૮૫૦ થી ૯૭૦, જી-૨૦માં રૂ.૯૪૦ થી ૧૦૭૦ અને ૬૬ નંબરમાં રૂ.૯૦૦ થી ૧૦૬૦નાં ભાવ હતાં. ૯૯ નંબરમાં રૂ.૬૯૦૦ થી ૯૫૦નાં ભાવ હતાં.
ઉત્તર ગુજરાતમાં ડીસામાં આવક ઘટી રહી છે. ગુરૂવારે ૩૫ હજાર ગુણીની આવક હતી અન ભાવ રૂ.૯૦૦ થી ૧૧૩૧નાં ભાવ હતા. જ્યારે હિંમતનગરમાં ૧૫ હજાર ગુણીની આવક હતી ભાવ રૂ.૯૫૦ થી ૧૨૭૪નાં હતાં. પાલનપુરમાં રપ હજાર ગુણી, પાથાવાડમાં રપ હજાર ગુણી, ઈડરમાં ૧૨ હજાર ગુણીની આવક હતી.