
કપાસ ભારતનો એક મહત્વનો રોકડિયો પાક છે અને દેશના ઔધ્યોગિક અને કૃષિ અર્થતંત્ર ના વિકાસ માં ખુબજમહત્વ નો ભાગ ભજવે છે.
કપાસ ભારત સાથેસાથે ઘણા બીજા દેશોમાં પણ ખેડૂતોની આજીવિકા નો મહત્વનો સ્ત્રોતછે. કપાસનું ઉત્પાદન મુખ્યત્વે ચીન, બ્રાઝિલ, યૂ. એસ. એ., ઉજબેકિસ્તાન, પાકિસ્તાન, ગ્રીસ, આજનટીના જેવાદેશોમાં થાય છે. ભારત કપાસનો બીજા નંબરનો ઉત્પાદનકર્તા, વપરાશકર્તા અને નિકાસકતો દેશ છે.
વષે ૨૦૧૯-૨૦ દરમ્યાન ભારતમાં કપાસનો વાવેતર વિસ્તાર અંદાજે ૧૨૯ લાખ હેક્ટર નોંધાયેલ અને ઉત્પાદનઅંદાજે ૩૬૦.૪૮ લાખ ગાંસડી રહેલ (૧ ગાંસડી- ૧૭૦ કિગ્રા), જે ગત વર્ષ ૨૦૧૮- ૧૯ માં ૨૮૦.૪૨ લાખગાંસડી નોંધાયેલ.
ગુજરાતમાં વષે ૨૦૧૯-૨૦માં કપાસનો વાવેતર વિસ્તાર ૨૬.૫૪ લાખ હેક્ટર નોંધાયેલ (ત્રીજો આગોતરો અંદાજ કૃષિ કલ્યાણ વિભાગ, ગાંધીનગર ગુજરાત) જે ગત વર્ષે ૨૦૧૮-૧૯ માં ૨૬.૬૦ લાખ હેક્ટર રહેલ છે.
આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કપાસનાં ઐતિહાસિક ભાવનાં અભ્યાસનાં આધારે તારણ
આખરી સુધારેલ આગોતરો અંદાજ, કૃષિ કલ્યાણ વિભાગ, ગાંધીનગર, ગુજરાત દ્વારા ઉત્પાદન વષે ૨૦૧૮-૧૯ માં ૬૨.૭૯લાખ ગાંસડીની તુલનામાં વર્ષે ૨૦૧૯-૨૦ દરમ્યાન અંદાજ ૮૬,ર૬ લાખ ગાંસડી રહેલ. ગુજરાતમાં જૂન ૨૦૨૦ સુધીમાં કપાસનું વાવેતર અંદાજે ૧૫.૭૨ લાખ ઠહેક્ટરમાં થયેલ, જે ગત વષૅ ૧૪.૩૫ લાખ હેક્ટરમાં થયેલ હતું.
વષે ૨૦૧૯-૨૦માં કપાસની નિકાસ વર્ષે ૨૦૧૮-૧૯ ની જેમ ૪૨ લાખ ગાંસડી પર સ્થિર છે, જ્યારે આયાતમાંવર્ષે ૨૦૧૮-૧૯માં ૩૨ લાખ ગાંસડી ની તુલનાએ વર્ષે ૨૦૧૯-૨૦માં રપ લાખ ગાંસડી રેહવા પામેલ છે.
કપાસનો ભાવ ગુજરાત રાજ્યમાં જૂન-૨૦૧૮માં રૂ. પર૯ર પ્રતિ ક્વિન્ટલ હતો જે વધીને જૂન-૨૦૧ માં રૂ. ૫૭૨૫ થયોઅને આગળ જતાં નબળા આથિક સંકેતો અને કોરોનાની વૈશ્વિક મહામારી કારણે દાનિયભરની સરકારો એ પરિવહનઅને માર્કેટમાં આવન-જાવન પર પ્રતિબંધ મૂકવાથી માર્ચ-૨૦૨૦માં કપાસ ના ભાવ ઘટીને રૂ. ૪૬૩૯, એપ્રિલમાં રૂ.૪૬૬૮, મેમાં રૂ.૪૫૨૮ અને જૂનમાં રૂ.૪૨૮૯ જેટલા રહ્યા હતા.
સીસીઆઈએ ગુજરાતમાંથી ચાલુ સિઝનમાં ૮૪ લાખ ગાંસડીમાંથી ૭.૫ લાખ ગાંસડીની ખરીદી કરી છે, જ કુલખરીદીના ૮ ટકા જેટલી છે. નાંધનીય છે કે પાછલા ૧૨ વર્ષેમાં રાજ્યમાં કોઈપણ કેન્દ્ર સરકારની એજન્સી દ્વારાકરવામાં આવેલી આ સૌથી વધુ ખરીદી છે.
પરંતુ સી. સી. આઈ દ્વારા સારા પ્રમાણમાં ખરીદી કરી હોવા છતાં ખેડૂતો નેવધારે તેમજ પોષણક્ષમ ભાવ મળવાની ખૂબ ઓછી આશા છે, કારણ કે વષે ૨૦૧૯-૨૦ના કપાસના ઉત્પાદનની માત્રાવધારે નોંધાયેલ છે, સાથોસાથ કોરોનાની મહામારીને કારણે સ્થાનિક તેમજ આંતરાષ્ટ્રીય બજારમાં માંગ ઓછી છે. તેમજ ભારત-ચીન સીમા વિવાદ પણ ડપાસની નિકાસમાં વધારે અસર કરશે જેનાથી દેશની અંદર કપાસના ભાવ પર વિપરીતઅસર થશે.
ઉપરોક્ત ઉત્પાદન, આંતરાષ્ટ્રીય બજાર અને સ્થાનિક બજારો ની વિગતોને ધ્યાને લઈને સૈટર ઓફ એગ્રીકલ્યરલમાર્કટિંગ ઈન્ટેલીજન્સ, નાહેપ-કાસ્ટ પ્રોજેક્ટ, આણંદ કૃષિ યુનિવસિટી, આણંદ ખાતે સંશોધન હાથ ધરવામાં આવેલજેમાં રાજકોટ માર્કેટ યાર્ડના કપાસના એતિહાસિક માસિક ભાવોનું વિશ્લેષણ કરેલ જેના તારણ પરથી અનુમાન છે કે કપાસનો ભાવ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૦માં રૂ. ૧૦૧૦થી ૧૧૩૦ પ્રતિ મણ (રૂ. ૫૦૫૦થી ૫૬૫૦ પ્રતિ ક્વિન્ટલ) રહેવાની સંભાવના છે.